ગુજરાતના વિવિધ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 પીએસઆઇની રાજ્યવ્યાપી બદલી
વડોદરા: ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે બદલી અને બઢતીઓનો દોર ચાલુ જ રહ્યો છે. હાલમાં બદલીઓની જાહેરાત કરાઈ છે. ત્યારે હવે ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે આઠમી એપ્રિલે રાજ્યના અલગ અલગ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા 182 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીનો હુકમ પોલીસ મહાનિરિક્ષક ગગનદીપ ગંભીર દ્વારા કરાયો છે. આ તમામ PSI બિન હથિયારધારી છે. ગઈકાલે સોમવારે હંગામી બઢતીના આદેશ પણ કરાયા હતા.
વડોદરા જિલ્લા અને ગ્રામ્યના બદલીના આદેશ માં 15 પીએસઆઈ ના નામ અને બદલી સ્થળ નીચે મુજબ છે
(૧) પ્રજાપતિ રાજેશ રણછોડભાઈ
ગાંધીનગર
(૨) બારીયા બાલુબેન રામસિંગભાઈ
દાહોદ
(૩) બાંગા પ્રફુલ રામજીભાઈ
સીટીસી ખલાલ
(૪) સોલંકી નટવર મગનભાઈ
સુરત ગ્રામ્ય
(૫) ચાવડા ભુપેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ
ખેડા
(૬) ચૌહાણ વિક્રમસિંહ ચંદ્રસિંહ
વડોદરા ગ્રામ્ય
(૭) દેસાઈ દશરથ રમેશભાઈ
વડોદરા ગ્રામ્ય
૮) ચૌહાણ રાજેન્દ્ર ચંદુભાઈ
મહીસાગર
(૯) મહિલા અલ્પેશ રમણભાઈ
વડોદરા ગ્રામ્ય થી સુરત
(૧૦) પટેલ શૈલેષ રામાભાઇ
સુરત
(૧૧) રબારી પ્રવીણ નાથુ
મહેસાણા
(૧૨) ચૌહાણ નરેશ બાબુભાઈ
સુરત
(૧૩) ચૌધરી બીપીન નટવરભાઈ
ડાંગ આહવા
(૧૪) પરમાર પ્રવીણ ખાનાભાઈ
પાટણ
ઉપરાત પશ્ચિમ રેલવે માંથી સુરત ગ્રામ્યમાં પઢિયાર ઘનશ્યામસિંહ હરિસિંહની બદલીના હુકમ કર્યા હતા..
