કલેકટર દ્વારા મોબાઈલના સીમ વેચાણ રજીસ્ટર રાખવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું
ડભોઇ: વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા શહેર જિલ્લામા મોબાઈલના સિમ કાર્ડ વેચતા દુકાનદારો માટે રજીસ્ટર રાખવા જાહેરનામુ બહાર પાડવામા આવતા ડમી સીમ વેચનારાઓમા ફફડાટ વ્યાપી ગયો છે
જાણવા મળ્યાં મુજબ ગેરકાનુની પ્રવૃતિઓમા ડમી મોબાઈલ સીમનો ઉપયોગ થવાની સંભવાના જોવા મળે છે. જેને લઈ ગુનાખોરી ડામવા જિલ્લા કલેક્ટર ધ્વારા જાહેરનામું બહાર પાડી મોબાઈલના સીમ વેચનારા ઓ માટે ફરજિયાત રજીસ્ટર નિભાવવા જણાવાયું છે. જેને લઈ ડભોઇ પોલીસે મોબાઈલ સીમ વેચાણ કરતા અને રજીસ્ટર નહીં નિભાવતા દુકાનદારો સામે ૧૮૮ મુજબ કાર્યવાહી થતાં નગરમાં સોપો પડી ગયો છે.