આરોપી વિદેશ ભાગી ના જાય માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરાઇ, કમલેશ દેત્રોજા સહિત બે આરોપી જેલ ભેગાં
પ્રતિનિધિ વડોદરા તા.7
સુખલીપુરા જમીન વેચાણ આપવાનું કહીને ઠગાઇ કરવાના કૌભાંડમાં પોલીસ દ્વારા કમલેશ દેત્રોજા સહિત બે આરોપીને જેલ ભેગા કરી દેવામા આવ્યા છે. જ્યારે મુખ્ય આરોપી દિલીપ ગોહિલ ગુજરાત બહાર ભાગી ગયો હોય તેવુ લાગી રહ્યું છે. જેનુ લોકેશન ટ્રેસ કરતા મહારાષ્ટ્રનું બતાવ્યું હતું. આરોપી વિદેશ ભાગી ના જાય તેના માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરીને વિવિધ એરપોર્ટ પર જાણ પણ કરી દેવામાં આવી છે.
વડોદરા જિલ્લાના સુખલીપુરા ગામે આવેલી જમીન મહેસાણાના માલિક અમૃતલાલની હતી તે જમીન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ વેચાણ આપવાની કહીને ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી રૂ.21 લાખ તથા અન્ય પુજારી પાસેથી કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જેથી બંને સામે ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા પહેલા બોગસ સહિ કરનાર વૃદ્ધની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ કમલેશ દેત્રોજાની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરીને રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન કેટલાક દસ્તાવેજ તથા કાર કબજે કરાઇ છે. જોકે રિમાન્ડ પુરા થતા કમલેશ દેત્રોજાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં બે આરોપીને જેલના સળિળા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. હજુ મુખ્ય આરોપી દિલીપ ગોહિલ પોલીસની પકડમાં આવ્યો નથી. તેના ઘરે પણ તાળુ મારે પરિવાર સાથે આરોપીને જાણે ભુગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ દ્વારા આરોપી દિલીપી ગોહિલ વિદેશ ભાગી ના જાય તેના માટે લુક આઉટ નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે અને આ એલઓસી વિવિધ એરપોર્ટ પર મોકલી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીનો શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે આરોપીના મોબાઇલનું લોકેશન ટ્રેસ કરતા ગુજરાત બહાર છેલ્લુ લોકેશન મહારાષ્ટ્ર બતાવ્યું હતું. પરંતુ આરોપી મોબાઇલ ચાલુ બંધ કરતો હોવાથી પકડાતો નથી.
