Vadodara

વડોદરા છાણીના મહાકાળી મંદિરમાં માતાજીની પાદુકા, છત્ર અને તલવારની ચોરી

CCTVમાં તસ્કરો કેદ, શહેરમાં ફરી મંદિર ચોરી ગેંગ સક્રિય થતા ચિંતા
વડોદરા | તા. 27
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ ચોરી કરી માતાજીની પાદુકા, છત્ર અને તલવાર સહિતની મતાની ચોરી કરીને ફરાર થયા છે. ચોરી કરવા આવેલા બે તસ્કરો મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રિના સમયે તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા અને માતાજીના ગર્ભગૃહમાંથી કિંમતી ધાર્મિક વસ્તુઓ ચોરીને ફરાર થઈ ગયા હતા. વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો દ્વારા ભગવાન અને માતાજીનાં મંદિરોને ટાર્ગેટ કરી દાન પેટી અને આભૂષણોની ચોરી કરવામાં આવી રહી છે.
CCTV ફૂટેજ બાદ પોલીસ હરકતમાં

આ અગાઉ મંદિર ચોરીના કેસોમાં સંડોવાયેલા એક કિશોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો, તેમ છતાં હવે ફરી એકવાર મંદિર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. છાણીના મહાકાળી મંદિરમાં થયેલી ચોરી દરમિયાન બે તસ્કરો CCTVમાં સ્પષ્ટ રીતે કેદ થતાં ફૂટેજ વાયરલ થયા છે.
CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરોની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top