વડોદરા મહાનગરપાલિકાના નવા બજેટનો નવો ઉગતો ભુવો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ જ 2025-26ના બજેટ માટે સ્થાયી સમિતિની બેઠકમાં મનોમંથન ચાલી રહ્યું હતું ત્યારે બપોરે બેઠક અને સાંજે ભુવા એક જ દિવસમાં જોવા મળ્યો. એક તરફ જ્યારે કરોડો રૂપિયાનું બજેટ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના નગરજનો માટે સહાયરૂપ થાય તેવી સહમતિ આપતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર, સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતના કારણે નગરજનોને અનેકો હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ગત વર્ષ 2024માં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં પણ નિષ્ફળ ગયેલી વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને સત્તાધિશોના પાપે વિશ્વામિત્રી નદીનું પાણી લોકોના ઘરમાં છ ફૂટ સુધી આવી ગયું હતું અને અનેકો રસ્તા પર ભુવા પડ્યા હતા. હાલ પણ ભુવા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે ડે, મેયર ની ઓફિસ નજીક આજે ભૂવો પડ્યો હતો. વરસાદ ની સિઝન માં ભૂવા પડે એ વાત ને સ્વીકારી શકાય, પરંતુ વગર વરસાદે ભૂવા પડે તો શહેરના નગરજનો મહાનગરપાલિકાના નબળા કામના કારણે જીવના જોખમે રોડ ઉપર વાહન ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યારે લોકોએ ભરેલા ટેક્ષ ના રૂપિયાથી સુવિધા લોકોના ઘર સુધી પહોંચશે? શું લોકો હવે સુવિધાને પ્રથમ પ્રાવધાન્ય આપશે કે માથે ચડી બેસેલા સત્તાધીશો અને અધિકારીને. હવે જોવું રહ્યું આગામી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોનું પલ્લુ ભારે રહેશે.