Vadodara

વડોદરા : ઘવાયેલી હાલતમાં મળી આવેલા દીપડાની ઝૂ-કેરમાં સારવાર શરૂ,બોટલ ચડાવાયા

ઝૂ વિભાગ અને વનવિભાગના ડોકટરોની ટીમ દ્વારા દીપડાને બચાવા પ્રયત્ન શરૂ કરાયા :

ચાણસદ કરાલી રોડ રેલવે ટ્રેક પાસે ઝાડી ઝાંખરાની બાજુમાંથી આશરે 7 વર્ષનો દીપડો ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા રેસ્ક્યુ કરી વડોદરા લવાયો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

ચાણસદ કરાલી રોડ રેલવે ટ્રેક પાસે ઝાડી ઝાંખરાની બાજુમાંથી ઘવાયેલી હાલતમાં મળી આવેલા દીપડાને રેસ્ક્યુ કરી વન વિભાગ દ્વારા વડોદરા લાવી સયાજીબાગ ઝૂ કેરમાં રાખી તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

ચાણસદના કરાલી ગામ રેલ્વે ટ્રેકની બાદ તેના જાડેજા આંકડામાંથી ગવાયેલી હાલતમાં દીપડાને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ દ્વારા વડોદરા ખાતે લાવી ઝુ કેરમાં તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.આ અંગે વડોદરા વનવિભાગના RFO કરણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 7:30 વાગ્યે ચાણસદ કરાલી ગામના લોકોના મેસેજ આવતા હતા કે એક દીપડો ગંભીર હાલતમાં રોડ ઉપર પડેલ છે.જે સમાચાર મળતા તાત્કાલિક વન વિભાગની અમારી ટીમ નેટ સાથે લઈને સ્ટાફ સાથે પહોંચી તુરંત અમે દીપડાને રેસ્ક્યુ કરી લીધેલો છે અને હાલ એની સારવાર ચાલુ છે.એના માથાના ભાગ અને પીઠ પાછળ ગંભીર ઈજા થયેલ છે અને લોહી ઘણું બધું નીકળી ગયું છે અને દીપડો ક્રિટિકલ કન્ડિશનમાં છે,હાલ બોટલ તેમજ ડોક્ટરની ટીમ ઝૂ વિભાગના જે ડોક્ટર છે અને વન વિભાગના ડોક્ટર એમને સાથે રાખીને દીપડાની સારવાર ચાલી રહી છે. હાલ દીપડો સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય ઝુના કેર સેન્ટરમાં રાખવામાં આવેલો છે અને અંદાજે છ થી સાત વર્ષની ઉંમર હોય તેમ જણાઈ આવ્યું છે. આ દીપડો ચાણસદ કરાલી રોડ રેલવે ટ્રેક બનેલો છે એની બાજુમાં ઝાડી ઝાંખરાની બાજુમાંથી મળી આવેલો છે.

Most Popular

To Top