Vadodara

વડોદરા : ગોરવા વિસ્તારમાં ગાય પર દુષ્કર્મ ગુજારનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો

વડોદરા તારીખ 22
ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ ફ્લેટ્સ પાસે રાત્રિના સમયે એક લઘુમતિ કોમના શખ્સ દ્વારા ગાય પર દુષ્કર્મ ગુજારવામાં આવતા સમગ્ર શહેરમાં ભારે રોષ ની લાગણી ફેલાઈ છે. ઉપરાંત ગાય સાથે દુષ્કૃત્ય આચરતા સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. ગોરવા પોલીસે આ શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં દિન પ્રતિ દિન દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા તમામ પ્રકારની હદો વટાવી દેવામાં આવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોરવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ ફ્લેટ પાસે 21 એપ્રિલના રોજ રાત્રિના સમયે એક લઘુમતિ કોમના શખ્સ દ્વારા ગાય પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સ્થાનિક સહિતના લોકો દ્વારા આ શખ્સને કૃત્ય આચરતા જોઈ જતા મેથીપાક ચખાડ્યો હતો. દરમિયાન ભારે હોબાળો થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. દરમિયાન કેટલાક લઘુમતી કોમના લોકો દોડી આવ્યા હતા અને આ કૃત્ય આચરનાર શખ્સને દાદાગીરી કરીને પોતાની સાથે લઈ ગયા હતા. ગાય પર દુષ્કૃત્ય ગુજાર્યું હોવાનું વાયુ વેગે ફેલાતા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ, પશુપાલકો અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આ શખ્સ વિરોધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. રાત્રિના સમયે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન સહિતના લોકોનું ટોળું ગોરવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયું હતું અને પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેથી ગોરવા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top