Vadodara

વડોદરા : ગોત્રી વિસ્તારમા સુવિધાના અભાવે મંદિરમાં ચાલતી આંગણવાડી,ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્ર સામે સવાલો ઉઠ્યા

કેબિન શોભાના ગાંઠિયા સમાન બન્યું, રોડ રસ્તાની સુવિધાનો અભાવ :

બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો,

( પ્રતિનિધિ ) વડોદરા,તા.15

ભણશે ગુજરાત, વાંચશે ગુજરાતના સૂત્રો ગુંજવી સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે તેવુ ચિત્ર ઉભુ કરી રહી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, આંગણવાડીમાં ભણવું ક્યાં રમવું ક્યાં તેવો સવાલ ઉભો થયો છે. વડોદરાના ગોત્રી ગોકુલ નગરમાં આવેલા ભાથુજી મહારાજના મંદિરમાં આંગણવાડી ચાલી રહી છે.

રાજ્યમાં જાણે શિક્ષણ તંત્ર ખાડે ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. ગુજરાતનું ભવિષ્ય, નથી ઓરડા કે નથી શિક્ષકો. ત્યારે વડોદરાના ગોત્રી ગોકુળનગરમાં આવેલા ભાથુજી મહારાજના મંદિરે આંગણવાડી ચલાવવામાં આવી રહી છે. પહેલા જે જગ્યા પર આંગણવાડી ચાલતી હતી તે કેબિન શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. જ્યારે બીજી તરફ રોડ રસ્તાની પણ સુવિધા નહીં હોવાથી બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આંગણવાડી ચલાવતા સંચાલિકાએ જણાવ્યું હતું કે, મારું પણ બાળક અહીંયા જ ભણે છે મંદિરમાં જ બેસે છે, પણ મંદિરમાં ભેજ આવે છે અને કોઈ સુવિધા નથી. અમને એક આંગણવાડી બનાવી આપે તો સારું. કેબિનમાં જ્યાં પહેલા બાળકોને બેસાડતા હતા. ત્યાં કોઈ સુવિધા નથી. બાળકો આવવા માંગે છે, પણ રસ્તાની કોઈ સુવિધા નથી. વરસાદી માહોલમાં કાદવ કિચડ થતા બાળકો કેવી રીતે આવે. તેમના વાલીઓ પણ આવી પરિસ્થિતિમાં બાળકોને મોકલવા રાજી નથી.

Most Popular

To Top