પ્રતિનિધિ વડોદરા તા.7
કારેલીબાગમાં ગોઝારો અકસ્માત સર્જતા પહેલા ગધેડા માર્કેટના સુરેશ ભરવાડના મકાનમાં રક્ષિત સહિત ત્રણ મિત્રો ભેગા મળી ગાંજાના દંમ માર્યા હતા. ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરતા સુરેશ ભરવાડે કહ્યું હતું કે ગાંજાનો નશો કરવાનો પ્લાન રક્ષિત ચોરસીયાનો હતો અને ગાંજો પણ તે કોઇ જગ્યા પરથી લાવ્યો હતો. જેથી પોલીસે રક્ષિત ચોરસિયાના જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા ગઇ છે. આગામી કલાકોમાં તેનો કબેજો પોલીસ મેળવી લેશે ત્યારબાદ તે ક્યાંથી ગાંજો લાવ્યા હતો તેની પૂછપરછ કરશે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે 13 માર્ચના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં નશો કરીને રક્ષિત ચોરસીયાએ ઓવરસ્પીડમાં કાર દોડીને 3 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યરે 7ને ઇજા પહોંચી હતી. જેથી પોલીસે રક્ષિત ચોરસીયાની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો હતો. ત્યારે કારેલીબાગ પોલીસ દ્વારા રક્ષિત ચોરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરશ ભરવાડના બ્લડ સેમ્પ લીધા જેના રિપોર્ટમાં ગાંજાનો નશો કર્યો હોવાનું ફલિત થયું હતું. જેથી પોલીસે એનડીપીએસનો અલગથી ગુનો દાખલ કરીને પહેલા પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી ત્યારબાદ સુરેશ ભરવાડને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી ઝડપી પાડી કારેલીબાગ પોલીસ દ્વારા આરોપીને વારસીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. જેથી પોલીસે કાયદેસરની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમા સુરેશ એ જણાવ્યુ હતું કે ગાંજાનો નશો કરવાનો પ્લાન રક્ષિત ચોરસિયા એ કર્યો હતો અને ગાંજો પણ કોઇ જગ્યા પરથી તે જ લઇને આવ્યો હતો. મારા ગધેડા માર્કટે પાસેની પારસ સોસાયટીના મકાનમાં નશો કર્યો હતો. ત્યારબાદ મોડી રાત્રીના સમયે અમે છુટા પડ્યા હતા. બીજી તરફ વારસીયા પોલીસ દ્વારા આરોપી રક્ષિત ચોરસિયાનું ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને જેલમાંથી લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. આગામી કલાકોમાં પોલીસ તેનો જેલમાંથી કબજો મેળવીને વારસીયાપોલીસ સ્ટેશનમાં લઇને આવ્યા બાદ ક્યાથી ગાંજો લાવ્યો હતો તે સહિતની બાબતો પૂછપરછ શરૂ કરશે.
