Vadodara

વડોદરા : ગરમીનો પ્રકોપ, બાવળમાં આગ લાગતા તંત્ર દોડતું થયું

મકરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગ :

ગરમીને કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડનું અનુમાન :

( પ્રતિનિધિ ) વડોદરા તા.26

ગરમી વધતા વડોદરામાં આગ લાગવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે મકરપુરા એરફોર્સ પાસેના ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઉનાળો અને આગ આ બે શબ્દ જાણે હવે એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. ગરમી વધવાની સાથે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે વડોદરાના મકરપુરા એરફોર્સ નજીક ખુલ્લા મેદાનમાં બાવળ અને ઘાસમાં આગની ઘટના બની હતી. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા દોડધામ કરવી પડી હતી. હાલ પ્રાથમિક તબકકે કોઈ નુકસાન થયું નથી. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સબ ફાયર ઓફિસર એચ.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, મકરપુરા વિસ્તારમાં એરફોર્સ સ્ટેશનની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં બાવળમાં આગ લાગી હોવાનો કંટ્રોલરૂમ તરફથી કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને આગને પૂરેપૂરી કંટ્રોલમાં લઈ લીધી છે. કોઈ વસ્તુની હાલ પૂરતી નુકસાની જાણવા નથી મળી. પણ ઘાસ અને બાવળ હતા એ બધા સળગી ગયા છે.

Most Popular

To Top