Vadodara

વડોદરા ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી થાય કે ના થાય એ અંગે પ્રશ્નાર્થ ?

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

બરોડા બાર એસોસિએશન દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, આપની ઓફિસમાંથી પુરુષોત્તમભાઈ પરમાર નાઓએ ચૂંટણીલક્ષી સામગ્રી તથા રૂપિયા 7,300 નું કવર આપવામાં આવ્યું. પરંતુ, આ રકમમાં વડોદરા વકીલ મંડળની ચૂંટણી કરી શકીએ તેમ નથી. કારણ કે, કુલ 4700 મતદારો છે. જેની વ્યવસ્થા રૂપે પાંચ ટેબલ મુકવા માટે જરૂર પડે તથા દરેક ટેબલ ઉપર ત્રણ ત્રણ વ્યક્તિને બેસાડવા પડે અને તેઓ સવારથી રાત્રે સુધી રોકાય તો તેમનું ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે, તે કારણસર આ રકમમાં ચૂંટણી કરી શકીએ તેમ નથી, તેમજ તમે આપેલી સામગ્રી હાલ અમારી પાસે છે. જે તમારે 3 માર્ચ સુધી પરત મેળવી લેવી. આ પત્ર લખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, તમો બીજી ચૂંટણી આ મહિને કરી શકો તથા પટાવાળાની નિમણૂક કરી શકો અને 6 માર્ચના રોજ શાંતિપૂર્વક ઇલેક્શન કરી શકો અને તમોને કોઈ અગવડતા ન પડે તે હેતુથી આ પત્ર લખવામાં આવ્યો છે. જો અમારે ઇલેક્શન કરવું હોય તો કુલ પાંચ બુથ તેમજ સીસીટીવી સવારનો ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે હળવો નાસ્તો કરીએ તે તથા સફાઈ ખર્ચ ફરાસખાનું અને બુથ ઉભા કરવા માણસો લાવવા આમ ટોટલ 1,50,000 જેટલો સામાન્ય ખર્ચ થાય છે. જેથી તમોએ આપેલ રકમ 7,300 માં અમો ઈલેક્શન કરી શકીએ તેમ નથી તેમ જણાવાયું છે.

Most Popular

To Top