વડોદરા: વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં ચાલુ ફરજે હૃદય રોગના હુમલાથી ક્લાર્ક ક્રિપાલસિંહ જાડેજાનુ માત્ર 40 વર્ષની નાની વયે મોત થતા વકીલ આલમ તેમજ સ્ટાફમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
વડોદરાના દિવાળીપુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ફરજ બજાવતા ક્લાર્ક ક્રિપાલસિંહ જાડેજાનુ ચાલુ ફરજે હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. અચાનક તેઓ ઢળી પડ્યા હતા.જેથી ફરજ પરના સ્ટાફ અને વકીલો દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.