આરોપીના બનેવીએ દોડી આવી તમે પોલીસ લાગતા નથી આવી રીતે ઘરે ના આવી શકો તેમ કહી પોલીસ કામગીરીમાં અડજણ ઉભી કરી હતી, પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો
વડોદરા તા.3
વડોદરાના સુસેન તરસાલી રોડ પર રહેતા આરોપીને કોર્ટનુ વોરંટ બજાવવા ગયેલા મકરપુરા પોલીસ સ્ટેશન ફરજ બજાવતા કર્મી સાથે આરોપી અને તેના બનેવીએ ઝઘડો કર્યો હતો. આરોપીએ પોલીસ કર્મીને તમે નવરા છો, અવારનવાર અહી આવી હેરાન કરો છો, તેમ કહી વીડિયો ઉતારવાનું શરૂ કર્યુ હતું. બાદમાં આરોપીના બનેવીએ દોડી આવી પોલીસ સાથે ઝપાઝપી કરી તમે પોલીસ જેવા લાગતા નથી તમે ઘરે તપાસ કરવા ન આવી શકો પોલીસ કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. જેથી પોલીસે સાળા બનેવી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંકલન ઇન્ચાર્જ તરીકે નોકર કરતા ભરતસિંહ ગજુભાએ ફરીયાદ નોંધાવી છે કે હુ 1 માર્ચના રોજ કોર્ટનું જપ્તી વોરંટની આરોપી વૈભવ રત્નાકર બામનેલકર (રહે. વ્રજધામ સોસાયટી શુસેન તરસાલી રોડ વડોદરા) બજવણી કરવા માટે ગયા હતા. ત્યારે આરોપી ઘરે હાજર હતા. તેઓએ મને કહ્યુ હતું કે તમે અહી કેમ આવ્યા છે અને તેઓના ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ અમારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. મે તેમને વોરંટ બતાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને તમે સાવ નવારા છે અવારનવાર આવી અમને હેરાન કરો છો તેમ કહી મારી પોલીસનું આઇડ માગ્યું હતું જેથી મે તેમને મારુ આઇકાર્ડ બતાવતો હતો. તે દરમાયન ગૌરવના ઘરેથી તેના બનેવી કેતન પ્રકાશચંદ્ર સોની (રહે.ભાડવાડા વાડી)ને ફોન કરી દેતા તેઓ થોડીવારમાં દોડી આવ્યા હા અને મને તમે પોલીસ જેવા લાગતા નથી તમે અહી ઘરે તપાસ કરવા ન આવી શકો તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. સાળા બનેવી ભેગા મળીને રાજ્ય સેવક તરીકેની ફરજમાં સ્વેચ્છાપૂર્વક અડચણ ઉભી કરી હતી. જેથી મકરપુરા પોલીસે બંને વિરુદ્ધ ઈપીકો કલમ 186, 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.