

વડોદરા તા.29
વડોદરા શહેરના આવેલા પોલીસ સ્ટેશન પૈકીના પોલીસ સ્ટેશનમાં રૂપિયા 1 કરોડ 75 લાખનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આજે 29 ડિસેમ્બરના રોજ પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર તેમજ વિવિધ ઝોનના ડીસીપી, ડિવિઝનના એસીપી ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટરોની હાજરીમાં દારૂની બોટલ, ટીન તથા ક્વાટરિયા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ કોયલી વિસ્તારમાં આવેલી જગ્યા દારૂની બોટલ સહિત જથ્થો પથારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ મેજિસ્ટ્રેટ સહિતના અધિકારોની હાજરીમાં વિધિવત્ રીતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસે કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દીધું હતું.