વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા કોમ્પ્યુટર એન્જિનિયરની દીકરી કેનેડા ખાતે અભ્યાસ માટે ગઈ હતી. ત્યાં તેમની દીકરીની ફી ભરવા માટેના રૂપિયા મોકલવાના હતા. જેથી એન્જિનિયરને રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહીને એજન્ટે રુ.3.12 લાખ પડાવી લીધા હતા. પરંતુ રૂપિયા દીકરીને નહીં મળતા એજન્ટનો સંપર્ક કરતા ફોન તથા ઓફિસ બંધ કરીને ઠગ ફરાર થઈ ગયો હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી એન્જિનિયરે ઠગ એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના છાણી રોડ પર આવેલી પાવન પાર્ક સોસાયટીમાં રહેતા એડવીન લ્યુસવીન ઝેવીયરે ફરિયાદ નોંધાવી છે કે હું ઘરે બેઠા કોમ્પ્યુટર રીપેરીંગનુ કામ કરું છું. મારી દિકરી એડ્રીના ડિસેમ્બર 2023માં અભ્યાસ અર્થે કેનેડા ખાતે ગઈ હતી. વર્ષ 2024માં કેનેડા અભ્યાસની ફી ભરવાની હતી. જેના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાથી હું વિદેશ કેનેડા ખાતે રૂપિયા ટ્રાન્સફર કરી આપે તેવા એજન્ટની શોધતો હતો. દરમ્યાન મારા મિત્ર નિરંજને કેનેડા રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર વિપુલ ચૌહાણનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારે મે તમને રૂપિયા ટ્રાન્સફર કરવા સંબધે વાત કરી હતી અને વિપુલ ચૌહાણએ મને તમારી દિકરીના ડોક્યુમેન્ટની વિગત આપવી પડશે તથા ફીની રકમ અને વિદેશ રૂપિયા મોકલવાનો ચાર્જ મળી રકમ કેનેડીયન ડોલર 5030તથા ભારતીય ચલણમાં રૂ.3.12 લાખ થાય. જેથી એન્જજિનિયરે રુ.3.12 લાખ ઓનલાઈન વિપુલ ચૌહાણના ફાઈનાસીયલ સોલ્યુશન નામના બેંક એકાઉન્ટમાં મોકલો આપ્યા હતા. તે જ દિવસે મારે ટુર પર જવાનુ હોવાથી હું વડોદરાથી થાઈલેન્ડ જવા માટે નિકળી ગયો હતો અને હું થાઈલેન્ડ ખાતે હતો તે દરમ્યાન વિપુલ ચૌહાણના રૂપિયા કેનેડા ખાતે ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ફોટા મોકલી આપ્યો હતો. જેથી મેં કેનેડા ખાતે મારી દીકરીને રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોય તેની બેંકમાં જઈને ખાતરી કરવાનું કહ્યું હતું જેથી તેણે ખાતરી કરતા કોઈ રૂપિયા ટ્રાન્સફર નહીં થયા હોવાનું જણાવ્યું હતું. જેથી મે તાત્કાલીક વિપુલ ચૌહાણને રૂપિયા હજુ સુધી મળ્યા નથી તેવું કહેતા તેણે મને આવતીકાલે મળી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ રૂપિયા મળ્યા ન હતા ત્યારે તેને બીજું એકાઉન્ટ મોકલો જેથી મેં બીજો એકાઉન્ટ નંબર આપ્યો હતો જેમાં તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું કહ્યું હતું પરંતુ તેમાં પણ રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા. જેથી મેં વિપુલ ચૌહાણને રૂપિયા ટ્રાન્સફર કર્યાંની કોપી મોકલવા કહેતા તેણે મોકલી ન હતી. ત્યારબાદ ફોન અને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો. વિપુલ ચૌહાણે કેનેડા ખાતે મારી દીકરીને રૂપિયા 3.12 ટ્રાન્સફર નહીં કરી આપી માર સાથે છેતરપિંડી આચરી હતી.
વડોદરા : કેનેડા ખાતે ફીના રૂપિયા મોકલવાનું કહી એજન્ટે રુ.3.12 લાખનો એન્જિનિયરને ચૂનો ચોપડ્યો..
By
Posted on