Vadodara

વડોદરા : કાલુપુરાના લીંબડી ફળિયામાં બંધ મકાનની દિવાલ ધરાશાયી,મોટા અવાજથી લોકોમાં ફફડાટ…

કોઈ હાજર નહિ હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી :

ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રોડ પરથી કાટમાળ હટાવ્યો .

વડોદરા : શહેરમાં મેઘરાજાએ મન મુકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો,સ્લેપ,ઝાડ,હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે રાત્રે 12:25 કલાકની આસપાસ કાલુપુરા સુધરાઈ સ્ટોર પાસે આવેલા લીંબડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી. દીવાલ તૂટવાના અવાજથી સ્થાનિક લોકો ભયભીત થયા હતા.સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વડોદરામાં વરસાદ અને તેજ પવનોને કારણે મકાનો ધરાશાયી થવા,હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે. હાલમાં જ સલાટવાડામાં આવેલું વર્ષોજૂનું જર્જરિત મકાન મોડી રાત્રે તૂટી પડતા સાત લોકો ફસાયા હતા. જ્યારે એક વૃદ્ધ દબાઈ ગયા હોવાની વાતને લઈ ફાયબ્રિગેડ મોડી રાત સુધી કામગીરી કરી હતી.

શુક્રવારે 12:25 કલાકની આસપાસ જેસીંગભાઇ મકવાણા સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં વર્ધી નોંધાવી હતી કે, સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીમડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે. જે કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતા હોય છે. જોકે હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.

Most Popular

To Top