ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા :
કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી સહિતની ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાશે :
( પ્રતિનિધિ ) વડોદરા તા.26
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગની ઘટના બની છે. વીજ મીટરોમાં આગ લાગતા ધડાકા થતા લોકોના જીવ પડીકે બંધાયા હતા. એમજીવીસીએલએ વીજ પુરવઠો બંધ કર્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુજાવાની કામગીરી શરૂ કરી છે.
વડોદરામાં રાત્રે વધુ એક આગની ઘટના સામે આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગ લાગી છે. વીજ મીટરમાં આગ લાગતા ધડાકા થયા હતા. દરમિયાન હાજર લોકોમાં નાસ ભાગ મચી ગઈ હતી. રવિવારનો દિવસ ફાયરબ્રિગેડ માટે દોડધામનો દિવસ રહ્યો હતો. એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા નું વહીવટી તંત્ર સફાળા જાગ્યું છે. ત્યારે બીજી તરફ આગની ઘટનાઓને કારણે હાયબ્રીકેટ દ્વારા ઠેર ઠેર ફાયર એનઓસી સહિતની ચેકિંગ કરવામાં આવી રહી છે, તેવામાં રાત્રિ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષમાં વીજ મીટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા તુરંત ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાયટરો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે એમજીવીસીએલ ની ટીમ એ પણ સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાનું હોય પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ લાગણી ઘટનામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ કોમ્પ્લેક્સમાં ચાલતી ખાણીપીણીની વિવિધ દુકાનોમાં પણ ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે અંગે પણ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરાશે.