Vadodara

વડોદરા: કરોડોના ખર્ચે સુરસાગરમાં બ્યુટીફિકેશન તો કર્યું પરંતુ જળચર જીવોના મૃત્યુનો સિલસિલો યથાવત…

વડોદરા કરોડોના ખર્ચે સુરસાગરમાં બ્યુટીફીકેશન તો કરવામાં આવ્યું પરંતુ કાચબાના અને માછલાંના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો વધુ એક મૃત કાચબો મળ્યો

સુરસાગર તળાવમાં છેલ્લા છ મહિનામાં મૃત અસંખ્ય માછલાં, કાચબા મળવાના ચાર બનાવ બન્યા છે. જેમાં એક કાચબો 100 વર્ષથી વધુ ઉંમરનો અને અત્યંત વજનદાર હતો. જ્યારે એક કાચબો સિંગાપુરી પ્રજાતિનો મળી આવ્યો હતો. કાચબાના મૃત્યુ થવાના કારણો હજી જાણી શકાયા નથી.

તંત્ર સામે અનેક સવાલો
શહેરની માધ્યમ આવેલા આ ઐતિહાસિક સુરસાગર તળાવ 34 કરોડ ખર્ચે બ્યુટિફિકેશન કરાયું, ત્યારે જળચર જીવો અંગે પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ બાબતે કોર્પોરેશને ખાતરી આપી હતી કે, એરેશન સિસ્ટમથી ડીઝોલ્વ ઓક્સીજન પૂરતી માત્રામાં અપાતો હોવાથી જળચરોને નુકસાન નહીં પહોંચે, પરંતુ ઘણા સમયથી સુરસાગરમાં માછલીઓના મૃતદેહ મળી રહી છે. આ ઉપરાંત શહેરમાં અગાઉ સુરસાગર તળાવ, કમલાનગર તળાવ, વારસિયા તળાવ અને સમા તળાવ અને ખોડિયારનગર ચાર રસ્તા નજીકના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં મોત થયાં હતાં, ત્યારે આજે ફરી સુરસાગર તળાવમાં કાચબાનો મૃતદેહ મળી આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓનાં મોત, મૃત માછલીઓનાં પોટલાં ભરાયાં હતાં.
વડોદરાના ઐતિહાસિક બ્યુટિફિકેશન કરાયેલા સુરસાગર તળાવ અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી છે. સુરસાગરમાં માછલીઓ મૃત મળતાં પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. પાણીમાં ઓક્સિજન ઘટતાં માછલીઓનાં મોત થયા હોવાની આશંકા છે. સ્વાભાવિક છે કે, મૃત માછલીઓના કારણે આસપાસ દુર્ગંધ પણ ફેલાતી હોય છે. પરંતુ હાલ અસંખ્ય માછલીઓના મોતના દ્રશ્યો સામે આવતા તંત્ર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Most Popular

To Top