Vadodara

વડોદરા : ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને બ્રહ્મકુમારીની સેવિકા સાથે રૂ.17.85 લાખની ઠગાઈ

વડોદરા તારીખ 22
ઓનલાઇન ઘરે બેઠા કામ કરવાની લાલચ આપ્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને બ્રહ્મકુમારી આશ્રમમાં સેવા આપતી સેવિકા પાસેથી ઠગોએ રૂપિયા 17.85 લાખ પડાવી લીધા હતા. ઓનલાઇન વેબસાઈટમાં રોકાણ કરેલા રૂપિયા પ્રોફિટ સાથે બતાવી યુવતીને લલચાવ્યા હતા. યુવતીનો વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં તેમને કમીશન સાથે રૂપિયા પરત આપ્યા હતા. બ્રહ્માકુમારીમાં સેવા આપતી સેવિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલી રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાવના ખુશાલજી મિસ્ત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ બ્રહ્માકુમારી આશ્રમમાં સેવા આપી રહી છું. ગત મે મહિનામાં હું એક વોટ્સઅપ ગ્રુપમાં એચસીએલ સોફ્ટવેર કંપની નામના ગ્રુપમાં કોઇ રીતે એડ થઈ ગઈ હતી અને આ ગ્રૂપમાં ઘરે બેઠા કામ કરવા માટેની ઓફર અપાતી હતી. જે બાદ વોટસઅપના આ ગ્રુપ મારફતે ટેલિગ્રામના ગ્રૂપમાં જોડાવા માટે કહ્યું હતું. જેથી હું ગ્રુપમાં જોડાઈ હતી જે ગ્રુપમાં ત્રણ એડમીન અને 243 જેટલા સભ્યો હતા. ત્યારબાદ આ ગ્રુપમાં ભારતના પ્રખ્યાત સ્થળોને ગૂગલ મેપ પર રિવ્યૂ લખવા માટેના ટાસ્ક આપવામાં આવતા હતા. શરૂઆતના ટાસ્કમાં મે તેઓની ઓફર મુજબ 21 હજાર ભર્યા બાદ મારા બેન્ક ખાતામાં રૂ.31 હજાર જમા થયા હતા. જેથી મને વિશ્વાસમાં લઈને વધુ ટાસ્કની ઓફર આપવામાં આવી હતી પણ હું ગ્રુપમાંથી નીકળી જતા માયા નામની છોકરીએ મારો સંપર્ક કરી પોતે કંપનીમાં રિસેપ્ટનિસ્ટ હોવાનું જણાવેલ હતું. ત્યારબાદ આ માયાએ મને આ ઓનલાઇન કામ ચાલુ રાખવા માટે દબાણપુર્વક ગ્રુપમાં મને એડ કરી હતી.‌ગેરાલ્ડ, વિવેક અને ગૌરવ આ ગ્રુપમાં મને વિશ્વાસમાં લેવા કમાણી કરેલ હોવાના સ્ક્રીનશોટસ ગ્રુપમા મુકતા હતા. નીતાએ ટાસ્ક પુરા કરવા માટેની ઓફર અલગ અલગ અકાઉંટ આપતી હતી. જેમાં પૈસા ભર્યાં બાદ ક્રિપ્ટો કરંસીની વેબસાઇટ પર મારુ લોંગ-ઇન કરાવેલ હતું. વેબસાઈટ પર નીતાના કહેવા મુજબ બીટકોઈન, ETC વિગરે ક્રિપ્ટો કરન્સી ખરીદવા સલાહ આપતી જે ખરીદ કર્યા બાદ માયા અકાઉન્ટ આપતી જેમાં પૈસા ભર્યા બાદ વેબસાઇટ પર ભરેલા અલગ અલગ ટ્રાન્જેશનની સામે રિટર્ન પણ દેખાતુ હતું, જેથી મને તેઓના ઉપર વિશ્વાસ આવી ગયો હતો. જેથી મેં તેઓના કહેવા મુજબ રૂ. 17.85 લાખ ઓનલાઈન અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યા હતા.ત્યારબાદ પણ વધુ રૂપિયા ભરવા માટે વારંવાર કહેતા હોય મને મારી સાથે ફ્રોડ થયો હોવાનો અહેસાસ થયો હતો.મે સાયબર ક્રાઇમમા અરજી કરતા તેઓએ માત્ર 49 હજાર રૂપિયા જ મને પરત કર્યા છે. જ્યારે બાકીના રૂ. 17.03 લાખ હજુ સુધી મને પરત નહીં આપીને ઠગોએ મારી સાથે છેતરપિંડી આચરી છે. સાયબર ક્રાઇમ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ઠગોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top