Vadodara

વડોદરા: એપીકે ફાઇલ મોકલી,ઠગોએ આધેડના બેંક ખાતામાંથી રૂ.12.81 લાખ ટ્રાન્સફર કરી લીધા

વડોદરામાં ફિશિંગ એપીકે ફાઇલ મોકલી, ઍક્સેસ મેળવ્યા બાદ ઠગોએ આધેડના બેંક ખાતામાંથી રૂ.12.81 લાખ ટ્રાન્સફર કરી લીધા

કારેલીબાગમાં રહેતા આધેડને મેસેજ કરી તમારુ ગેસ બિલ ભરવાનું બાકી છે તેમ કહી ભેજાબાજોએ ખેલ પાડ્યો

વડોદરા તા.17
કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના પતિના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો. જેમાં તમારું ગેસ બિલ ભરાયું નથી અને આજ સુધીમાં નહી ભરો તો તમારું ગેસ કનેક્શન કપાઈ જશે તેમ કહ્યું હતું. જેથી મહિલા અને પતિ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ગેસ બીલ ભરવા માટેની ફિશીંગ એપીકે ફાઈલ મોકલી હતી પરંતુ ખુલતી ન હોય ઠગોએ તેમના મોબાઇલનો ઍક્સેસ લઈ એપ્લિકેશન શરૂ કરી આપી હતી પરંતુ તેમાં ડેબિટ કાર્ડ તથા સીવીવી નંબર માંગતા હોય તેમને ફોડ લાગતા નંબર ડિલીટ તથા ફોન પણ ઓફ કરી દીધો હતો. પરંતુ જ્યારે મોબાઇલ ચાલુ કરતા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 12.81 લાખ કપાઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ સાઇબર ક્રાઇમને ફરિયાદ કરતા તેમના ખાતામાં 3.05 લાખ રિફંડ થયા હતા,જ્યારે બાકીના 9.76 લાખ આજદિન સુધી પરત મળ્યા નથી.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રતીક્ષા સોસાયટીમાં રહેતા વંદના દીનેશભાઈ મહાદીક (ઉ.વ.52)
ગત 12 જૂન ના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ તેમના પતિ ના વોટ્સ એપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં તમારું ગેસ બીલ ભરાયુ નથી તેમ જણાવ્યું હતું. જો આજ સાંજ સુધી નહી ભરો તો તમારુ ગેસ કનેક્શન ડીસકનેક્ટ કરવામાં આવશે અને વધુ માહીતી માટે તેઓએ આપેલા નંબર પર કોટેક્ટ કરવા જણાવ્યું હતું. જેથી મહિલાના પતિએ તેઓના નંબર પર ફોન કર્યો પરંતુ ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ સામાવાળાએ મહિલાના પતિ પર ફોન કરી ગેસ બિલ કેમ ભર્યું નથી તેવો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેઓએ ફિશીંગ એપિકે ફાઈલ મોકલી હતી અને તે ખોલવા કહ્યું હતું. એક ગેસ બીલના નામની એપીકે ફાઈલ ખુલી ન હતી. ત્યારબાદ તેઓનો વીડીયો કોલ આવ્યો હતો અને મોકલેલી ફાઈલ ખોલો તેમ કહયું હતું. ત્યારબાદ તેઓએ તેમને સેટીંગ ખોલી એક્સેસ ચાલુ કરવા જણાવ્યું હતું. જેથી તેઓએ તેઓના જણાવ્યા મુજબ કર્યું હતું. ત્યારે તેઓએ અપ્લિકેશન ખોલી રૂ.12 ભરો જે તમને નેકસ્ટ મહીને પરત મળી જશે. જેથી તેઓએ એપીકે ફાઈલ ખોલી ત્યારે તેમાં કાર્ડ નંબર અને સીવીવી નંબરની માહીતી માગતા હોય આ ફ્રોડ હોવાની આશંકાએ ડીટેલ ભરી ન હતી અને એપ્લિકેશન બંધ કરી દીધી હતી. ત્યારબાદ તેઓને અલગ-અલગ નંબર પરથી ફોન આવવા લાગતા તમામ નંબર ડીલીટ કરી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ તેઓએ ફોન ચાલુ કરતા રાત્રે 10 વાગ્યાની આસપાસ ટ્રાંઝેક્શનના ઓટીપી આવ્યા હતા અને તે ઓટીપી બે મોબાઇલ નંબર પરથી ફોરવર્ડ થયા હતા. ત્યારબાદ આરબીએલ બેંકનો ઈ-મેલ આવ્યો હતો.જેમાં જોતા તેમના બેંક ખાતામાંથી રૂપિયા 12.81 લાખ કપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેઓએ સાયબર ક્રાઇમમાં અરજી કરતા 3.05 લાખ રૂપિયા પરત ખાતામાં આવી ગયા હતા પરંતુ બાકીના 9.76 લાખ ઠગોએ પરત નહી કરતા જ
આખરે મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top