વડોદરા મહાનગરપાલિકાનો ચમત્કાર, વગર ચોમાસે રોડ પર નહિ બ્રિજ પર ભૂવો
વડોદરા શહેરમાં રસ્તાઓ અને બ્રિજ પર ગાબડા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના સમાં ઊર્મિ સ્કૂલ પાસેના ઓવરબ્રિજ પર ભૂવો પડ્યો છે અને બ્રિજ ઉપર ભૂવો પડતા બ્રિજમાં બે થી ત્રણ ફૂટ ખાડો પડી ગયેલ દેખાઇ આવે છે . લોકો બ્રિજ પર વાહન લઈને જતા પણ ગભરાઈ રહ્યા છે.
ત્યારે ભૂવો પડવાના કારણે બ્રિજના અન્ય ભાગમાં પણ ક્યારે ભૂવો પડે અને કોઈ વાહન ભાઈ જાય અને અકસ્માત નું જોખમ વધે એ કહી ના શકાય. વાહન ચાલકોને બ્રિજ પર વાહન ચલાવવામાં પણ ડર લાગી રહ્યો છે. ભૂવા ના કારણે ગમે તે સમયે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે. ત્યારે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાકટર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ પર ભુવો પડતા સામાજિક કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ભૂવામાં મૂકી વિરોધ દર્શાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની અને ભૂવા પડવાની સમસ્યા યથાવત જ છે. શહેરીજનોને આ સમસ્યામાંથી હજુ પણ છુટકારો મળ્યો નથી. ત્યારે એક તરફ તંત્ર સ્માર્ટ સીટીના દાવાઓ મોટા ઉપાડે કરી રહ્યું છે પણ શહેરની સ્થિતિ તો તદ્દન વિપરીત જ જોવા મળી રહી છે. આ પહેલા પણ વરસાદના કારણે સમાં ઊર્મિ સ્કૂલ પાસે મસમોટો ભૂવો પડ્યો હતો, જેને પણ તંત્રે ગોકળગતિએ પુરવાની કામગીરી કરી હતી.
તાજેતરમાં વડોદરા નવાયાર્ડ વિસ્તારમાં પડેલા ભુવામાં ટ્રક ફસાઈ હતી. ફાયરની ટીમે ભુવામાંથી કાર બહાર કાઢી હતી. સામાન્ય વરસાદમાં મસમોટો ભુવો પડતા સ્થાનિકોમાં ખુબ જ ભય ફેલાયો છે. ચોમાસામાં કોર્પોરેશન યોગ્ય કામગીરી કરે તેવી સ્થાનિકોની માગ છે. જો કે ભુવો પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેમજ આ જ વિસ્તારમાં અગાઉ ગત વર્ષે પણ ભુવો પડી ચૂક્યો છે. અગાઉ પડેલા ભુવામાં એકટીવા ચાલક ફસાયો હતો .
બ્રિજ પરનો ભૂવો નવાઈ પમાડે છે
એક તરફ શહેરમાં થતા રોજ અકસ્માત કોઈકને કોઈક નો ભોગ લે છે ત્યારે લોકો બહાર નીકળતા ગભરાય છે કે ક્યારેય કોઈ કાર કે ડમ્પર યમદૂત બનીને આવે ત્યારે વડોદરા મહાનગરપાલિકા ના સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ના પાપે વગર ચોમાસે રોડ પર ભુવા તો પડે છે પરંતુ હવે ઓવર બ્રિજ પર પણ ભુવા પડ્યા જેનાથી લોકોમાં એક ભય ફેલાયો છે જેના કારણે વાહન ચાલકોને બ્રિજ પર વાહન ચલાવવામાં પણ લાગી રહ્યો છે ડર.
