ત્રણેય આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિન્કન્સ્ટ્ર્શન કરાયું
સયાજીગંજમાં મોડે સુધી લારી ચાલુ રાખવા બદલ યુવકને રોડ પર બે કિમી ઢસેડ્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા.4
સયાજીગંજ વિસ્તારમાં મોડી સુધી લારી ઉભા રાખનાર યુવકને મારનાર પોલીસ કર્મી સહિત ડ્રાઇવર સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું. રિમાન્ડ પુરા થતા પુન: આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે તેમને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ 7 નજીક ફૈજાન શેખની આમલેટની લારી મોડે રાત સુધી ચાલુ હોય સયાજીગંજ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન પર ફરજ બજાવતા મોહમ્મદ મુબશશિર, રઘુવીર તથા કિશન પરમાર બંધ કરાવવા ગયા હતા. પરંતુ તેઓએ યુવકને લાકડીથી ઢોર માર્યા બાદ રોડ પર બે કિમી સુધી ઢસેડ્યો હતો. જેમાં જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હોય સરકારી બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેથી પોલીસ માર મારનાર ખાખી ધારી સહિત ત્રણ આરોપીને ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા. દરમિયાન શનિવારે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કરાયું હતું. લારી હતી ત્યાંથી જ્યા સુદી ગાડી સાથે ઢસેડી ગયા હતા ત્યાં સુધી લઇને ફર્યા હતા. એક દિવસના રિમાન્ડ પુરા થતા આરોપીઓને પુન: કોર્ટમાં રજૂ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.