બંને શહેરોમાં 27 જગ્યાએ સર્વે માટે ઈનકમ ટેક્સ વિભાગની ટીમો.પહોંચી
વડોદરા: ગુજરાતમાં લાંબા સમય બાદ શનિવારે ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે. શનિવારે સવારથી અમદાવાદ અને બરોડામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ઉપર ઇન્કમટેક્સની ટીમો ઉતરી પડી હતી. વડોદરાના ખુરાના ગ્રુપના અશોક ખુરાના સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સની તપાસ હાથ ધરાઇ હતી. અમદાવાદમાં માધવ કન્સ્ટ્રકશનના સુધીર ખુરાના, વિક્રમ ખુરાના અને આશિષ ખુરાનાને ત્યાં પણ ઇન્કમટેક્સની તવાઈ ઉતરી હતી.
અમદાવાદ અને બરોડા મળી કુલ 27 જગ્યાએ દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
આ પહેલા વડોદરામાં વાયર બનાવતી આરઆર કાબેલ અને ઈ બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ સામે ઈનકમ ટેક્સ વિભાગે કાર્યવાહી કરી હતી.