( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા શહેરમાંથી પાદરા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેની ટ્રોલી છૂટી પડી જતા તે પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે ટેન્કર માંથી નાઇટ્રોજન લીકેજ નહીં થતા મોટી જાનહાની થતા ટળી હતી.

વડોદરા શહેરમાંથી પાદરા તરફ જઈ રહેલું નાઇટ્રોજન ભરેલું એક ટેન્કર જેને ટ્રોલી શનિવારે છૂટી પડી જતા આ અચાનક પલટી ખાઈ ગઈ હતી.સદનસીબે તેમાં રહેલું નાઇટ્રોજન લીકેજ થયું ન હતું. જેના કારણે મોટી જાનહાનિ થતા ટળી હતી.બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.પોલીસ દ્વારા ટ્રાફિકના ભારણને દૂર કરવામાં આવ્યું હતું અને વાહન પુન:રાબેતા મુજબ હળવો કરવામાં આવ્યો હતો.
