આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેની ઘટના, ઘવાયેલા બે ભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં
આજવા રોડ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી ટેમ્પો ડ્રાઇવર સાથે બે શખ્સોએ ઝઘડો કર્યા બાદ ચાકુથી ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. તેને છોડાવવા પડેલા અને ચાલકના ભાઈને પણ ચાકુનો ઘા માર્યો હતો. ઉપરાંત પેવર બ્લોક છુટા માર્યા હતા. જેથી ઘવાયેલા ચાલક તથા તેના ભાઇને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાપોદ પોલીસે હુમલાખોર બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
શહેરના આજવા રોડ ઉપર રહેતા રાજેશભાઈ બાબુભાઈ કહાર ટેમ્પો ચલાવ છે. 9 મેના રોજ બપોરના સવા બે વાગ્યાના અરસામાં ચાલક ટેમ્પો લઈ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે આવ્યો હતો ત્યારે હનુમાનજીના મંદિર પાસે તેમની પાસે રાકેશ જગદીશ કહાર ઉર્ફે શબુ બોબડી તથા તેનો ભાઈ છોટુ આવ્યા હતા. તેઓએ તારી સાથે અગાઉ થયેલા ઝઘડાના કારણે તેઓ ઘણા હેરાન થયા છે કહીને અગાઉની અદાવત રાખી તેમને માર માર્યા બાદ ચપ્પુથી હુમલો કર્યો હતો. દરમિયાન તેના ભાઇ નારાયણભાઈ કાહર છોડાવવા વચ્ચે પડતા તેમનાપર પણ ચાકુથી હુમલો કર્યો હતો. જ્યારે તેની સાથે આવેલા છોટુએ પેવર બ્લોક છુટ્ટો માર્યા હતા. જેમાં નારાયણભાઈનું માથુ ફાટી જવા સહિતની ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં થશે ખસેડાયા હતા. ટેમ્પો ચાલકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.