Vadodara

વડોદરા : અકોટાની એસોસિએટ સોસાયટીમાં 6 મહિનાથી ગેસની સમસ્યા,ગૃહિણીઓમાં રોષ

બે ટાઈમ ભોજન બનાવવા માટે હાલાકી :

સમસ્યાનું નિરાકરણ લાવો નહીં તો હવે વોટ માંગવા માટે આવતા નહીં : સ્થાનિક મહિલા

( પ્રતિનિધિ ) વડોદરા,તા.18

વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા એક તરફ વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અકોટા ની એસોસિયેટ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગેસની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરી વિરોધ દર્શાવ્યો હતો.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી એસોસિયેટ સોસાયટીમાં અપૂરતા ગેસના અભાવે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાય છે વારંવાર ની રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવતા મહિલાઓએ એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જૂલીબેન પટેલે સ્થાનિક મહિલાએ આક્ષેપક કરતા જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ગેસની સમસ્યા છે. કોઈ નિરાકરણ આવતું નથી. કાં તો આ સમસ્યાનું નિરાકરણ લાવો નહીં તો હવે વોટ માંગવા માટે આવતા નહીં. ગેસ બંધ કરી દો અને અમને અમારો ગેસ બોટલ પાછો આપી દો. છ મહિનાથી સમસ્યા છે. જ્યાંર નું પુર આવ્યું છે. ત્યારની આ સમસ્યા છે. જ્યારે પણ કહીએ છીએ ત્યારે કહે છે કે બધું બદલવાનું છે. સોસાયટીમાં ઘરે-ઘરે કઈ લાઈન બદલવાની ન હોય મેન રોડ ઉપર તમારે મેન હોલની જે લાઈન બદલવી હોય તે બદલો. અમારે ઘર તોડવાના, 12 વર્ષ પહેલાં બોલવું હતુંને કે ગેસ લાઇન નાખી હતી. ત્યારે કે પછી ફરી સમસ્યા થવાની છે તો અમે ગેસ લાઈન જ ન નખાવતા. અમારી જે પહેલા બોટલ હતી એ સારી હતી. અમારે ગેસ જ નથી આવતો ખૂબ જ તકલીફ પડી રહી છે.

Most Popular

To Top