મગરના બચ્ચાને પકડવા માટે એક નહીં પણ ત્રણ રેસ્ક્યુઅર કામે લાગ્યા
ભારે જહેમત બાદ બેબી મગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યું

( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા શહેરના બિલ રોડ ઉપર આવેલી કાંસા લીખલાઈટ સોસાયટીમાં આવી ગયેલા મગરના બચ્ચાએ વન વિભાગના રેસ્ક્યુઅરની ટીમ સાથે જાણે સંતાકૂકડી રમી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મગરના બચ્ચાને પકડવા માટે એક નહીં પણ ત્રણ રેસ્ક્યુઅર કામે લાગ્યા હતા.

વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે,રહેણાંક વિસ્તારોમાં મગરો આવી જતા હોવાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં સોસાયટીની અંદર એક બેબી મગર આવી ગયું હતું. જેને પકડવા માટે વોલીએન્ટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બીલ રોડ પર આવેલી કાંસા લીખલાઈટ સોસાયટી આવેલી છે. જેમાં આવેલા એક મકાનની બહાર પાર્ક કરેલી ગાડી નીચે આ મગરનું બચ્ચું આવીને સંતાઈ ગયું હતું. સ્થાનિકોની નજર પડતા આશ્ચર્ય ફેલાયું હતું. આ અંગેની જાણ કરવામાં આવતા વન વિભાગના રેસ્ક્યુઅરની ટીમ જેમાં જીગ્નેશ પરમાર સહિતના રેસ્ક્યુઅર તાત્કાલિક સોસાયટી ખાતે દોડી ગયા હતા. જ્યાં મગરનું બચ્ચું કાર નીચે સંતાયેલું જોવા મળ્યું હતું. તેને રેસ્ક્યુ કરવા જતા આ બચ્ચું જાણે રેસ્ક્યુઅરની સાથે સંતાકૂકડી રમી રહ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મગરના બચ્ચાને પકડવા માટે એક નહીં પણ ત્રણ રેસ્ક્યુઅર કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ બેબી મગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તેને ફરીથી તેના વાતાનું કુલિત વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે.