Vadodara

વડોદરા:સનસીટી ગ્રુપના બિલ્ડર ગંગા સ્નાન દરમિયાન નદીમાં ડૂબ્યા

NDRF-SDRF ની ટીમો શોધખોળમાં લાગી

શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા તે દરમિયાન હાથમાંથી સાંકળ છૂટી જતાં ગંગા નદીમાં ડૂબી ગયા છે. જે બાદ NDRF-SDRF ની ટીમો શોધખોળમાં લાગી છે. શહેરના નામાંકિત બિલ્ડર ગ્રુપ અને સનસીટીના માલિક સમીર શાહ પોતાના પરિવાર સાથે ઋષિકેશમાં મિત્રના પુત્રના લગ્ન પ્રસંગે ગયા હતા.ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. આટલા કલાકો બાદ પણ સમીર શાહ મળી આવ્યા નથી, તેઓ ત્યાં બિલ્ડર મિત્ર સંજય પટેલના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન રવિવારે સવારે 11 વાગ્યે તેમના મિત્ર સાથે તેઓ ગંગા નદીમાં ડૂબકી લગાવી રહ્યા હતા. જ્યાં અચાનક તેમના હાથમાંથી સાંકળ છૂટી ગઈ અને તેમનો પગ લપસી ગયો હતો. જેના કારણે ગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા. તેમની સાથે ડૂબકી લગાવવા ગયેલા તેમના મિત્રએ પણ તેમનો હાથ પકડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ સફળ રહ્યા નહોતા.
બાદમાં મિત્ર દ્વારા સ્થાનિક તંત્રને બચાવ કામગીરી માટે સંપર્ક કર્યો હતો. જે બાદ પ્રથમ સ્થાનિક તરવૈયાઓની મદદ પણ લેવામાં આવી હતી. બાદમાં બચાવ કામગીરી કરતી ટીમો દ્વારા હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે. હાલ તેમને શોધવા માટેના તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top