Vadodara

વડોદરામાં સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે


સ્વિમિંગ પૂલના રજીસ્ટ્રેશન બાબતે ઓનલાઈન કાર્યવાહી શરૂ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સરદાર બાગ સ્વિમિંગ પૂલ દસેક દિવસમાં ચાલુ થઈ જશે. સ્વિમિંગ પૂલનું રીપેરીંગનું કામ પૂર્ણ થયું છે. હાલ સફાઈની કામગીરી ચાલુ છે અને આવતીકાલથી તેમાં પાણી ભરવાની શરૂઆત કરવામાં આવશે. સરદારબાગ સ્વિમિંગ પૂલના હોજની પાણીની ક્ષમતા 45,000 લિટરની છે. આ હોજમાં પાણી ભરવા વડીવાડી પાણીની ટાંકીથી અલગ પાણીની લાઈન આપવામાં આવી છે.
સરદાર બાગ સ્વિમિંગ પૂલની દિવાલ ચોમાસા દરમિયાન તૂટી પડી હતી અને સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત સ્વિમિંગ પૂલમાં પણ વધતાં ઓછા
પ્રમાણમાં નુકસાન પણ થયું હતું જેથી બંધ કરાયેલા સ્વિમિંગ પૂલમાં હવે તમામ રીપેરીંગ કામ પૂર્ણતાના આરે છે. ત્યારે આગામી સપ્તાહની તા. 18 થી 20 દરમિયાન સરદાર બાગ સ્વિમિંગ પૂલ ફરી એકવાર કાર્યરત થશે. સ્વિમિંગ પૂલના રજીસ્ટ્રેશન બાબતે ઓનલાઈન કાર્યવાહી શરૂ છે જેથી ઉનાળામાં તરવૈયાઓને વધુ આનંદ થશે.
સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 સ્વિમિંગ માટે ટાઈમ રાખવામાં આવશે. સવારે 8 થી 9નો સમય લર્નર માટે રહેશે. જ્યારે 9 થી 10 ની બેચ મહિલા માટે રહેશે. જ્યારે સાંજે 7 થી 8 ની બેચ લર્નર માટે રાખવામાં આવશે. આ સ્વિમિંગ પૂલમાં 1984 થી મેમ્બર નોંધાયેલા છે. આમ જોઈએ તો કુલ સંખ્યા 8,000 જેટલી છે, પરંતુ છેલ્લે હમણાં સ્વિમર્સનું કેવાયસી કરવામાં આવતા 800 જેટલી નોંધણી થઈ છે.

Most Popular

To Top