બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા
108 મારફતે સારવાર અર્થે ખસેડાયો

વડોદરામાં સયાજીગંજ ટ્રાફિક ચોકી પાસે ફરી એકવાર અકસ્માતની ભયંકર ઘટના સામે આવી છે. મોપેડ ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી અને ટક્કર બાદ મોપેડ ચાલકો ફરાર થઈ ગયા. આ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજા પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના શહેરના સયાજીગંજ ટ્રાફિક ચોકી અને એમ એસ યુનિ પાસેના કટ પર બની છે, જે સ્થળ વાહનચાલકો માટે છેલ્લા ઘણા સમયથી ભયજનક બની રહ્યું છે. આ કટ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ થતી રહે છે, પરંતુ ત્યાંની ટ્રાફિક પોલીસની નિષ્ફળ દેખરેખને કારણે વાહનચાલકો માટે જોખમ વધતું જાય છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકો આ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન અને વધુ સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ટ્રાફિક પોલીસને પણ આ વિસ્તારમાં વધુ સજાગ રહેવાની અને અકસ્માત અટકાવવા માટે પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.