શહેરમાં અનેક લોકો મજબૂરીવશ પોતાના બાળકોના અભ્યાસ, પુત્ર પુત્રીના લગ્ન અને સ્થાઇ મલ્કત સહિત અન્ય જરૂરિયાત માટે વ્યાજે નાણાં લેતાં હોય છે. સરકારી અને ખાનગી બેન્કોના લાંબા લોન પ્રોસેસ કરતા લોકો સરળતાથી વધુ વ્યાજ આપી વ્યાજખોરો પાસેથી નાણાં ઉછીના લેતા હોય છે જેઓની મજબૂરીનો લાભ ઉઠાવી વ્યાજે નાણાં ધીરનારા કેટલાક વ્યાજખોરો નાણાં અને વ્યાજ ઉપરાંત પઠાણી ઉઘરાણી કરતાં હોય છે કેટલાક વ્યાજખોરો પાસે તો નાણાં ધીરધાર માટે લાયસન્સ પણ નથી હોતા તેઓ દ્વારા વ્યાજે નાણાં લેનારાઓને એટલા તો મજબૂર બનાવી દેવામાં આવે છે કે ઘણીવાર તેઓની સ્થાવર, જંગમ મિલ્કતો પડાવી લેવાય છે ધાકધમકી આપી અને આખરે લોકો વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા સુધ્ધાં કરી લેતા હોય છે તેઓનું તથા પરિવારની જીંદગી ખોરવાઇ જતી હોય છે. આવા વ્યાજખોરો પર અંકુશ રાખવા માટે પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ પણ ચલાવવામાં આવે છે છતાંય વ્યાજખોરો બેફામ, બેખૌફ અને બેફિકર બની મનમાની, જબરજસ્તી, દાદાગીરી કરી મજબૂર લોકોને ત્રાસ આપી રહ્યાં છે.
શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તેજસ મહેન્દ્રભાઇ ભટ્ટ (રહે. સી-103, પરમ પેરેડાઇઝ, રામેશ્વર સ્કૂલ પાછળ, ગોત્રી) ની ફરિયાદ મુજબ વ્યાજે નાણાં ધિરનારા ઘનશ્યામ પ્રભાકર ફુલબાજે, ક્રિશ્ના ભીખાભાઇ કહાર, કૃણાલ રાજેશભાઇ ચૌહાણ, કિરણ રમેશભાઇ ચૌધરી તથા સન્ની કમલેશ ધોબી સામે ગોત્રી પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે જે મુજબ આ લોકો દ્વારા ડિસેમ્બર2020 થી તા. 11-10-2023 દરમિયાન સાહુકારી ધારાનુ લાયસન્સ ન હોવા છતાં ફરિયાદીએ મોકલેલ 30 ગ્રાહકોને ડિસેમ્બર -2020 થી સપ્ટેમ્બર-2021 દરમિયાન રૂ.21 લાખ જેટલી લોન વ્યાજે આપી હતી તેમજ ફરિયાદી તેજસ ભાઇને રૂ.3લાખ ની રકમ વ્યાજે આપી હતી આ પેટે ફરિયાદીના ઇન્ડિયન બેંક ગોત્રી શાખાના કોરા ચેકો તથા રૂ.300ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવી પરત નાણાં વ્યાજ સહિત પાછા આપવા એનકેન પ્રકારે પરેશાન કરી ઉઘરાણી કરતા સાથે જ મારઝૂડ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક ફરિયાદીનો માંજલપુર ખાતે આવેલો ફ્લેટ જેની બજાર કિંમત રૂ.30,00,000/- (ત્રીસ લાખ)તથા જંત્રી મુજબ રૂ.7,50,000/- પડાવી લ ઇ દસ્તાવેજ કરી લીધેલ હોવા છતાં ફરિયાદી પાસે મૂડી તથા વ્યાજના બાકી નાણાં નિકળતા હોવાનું જણાવી શારીરિક માનસિક ત્રાસ આપી ઉઘરાણી કરતા જેથી વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થઇ ફિનાઇલ પીવા મજબૂર બન્યા હતા જે અંગેની ગોત્રી પો.સ્ટે.મા ફરિયાદ થતાં સદર ગુનામાં પોલીસે તટસ્થ તપાસ હાથ ધરી છે.