Vadodara

વડોદરામાં મુખ્યમંત્રીની સભા પૂરી થયા બાદ ક્ષત્રિયો દ્વારા વિરોધ

જય ભવાનીના નારા સાથે કેટલાક યુવાનો ધસી આવ્યા, પોલીસ ઊંઘતી ઝડપાઈ



વડોદરામાં રવિવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરસભા પૂરી થયા બાદ ક્ષત્રિયોના એક જૂથે ધસી આવી જય ભવાનીના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.



રવિવારે શહેરમાં મુખ્યમંત્રીની જાહેર સભા હોવાથી પોલીસે કોઈ વિરોધ ન થાય તે માટે સવારથી જ મહિલાઓ સહિતના ક્ષત્રિય નેતાઓને નજરકેદ કર્યાં હતા. જાહેર સભાના સ્થળે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સભા તો શાંતિથી પૂર્ણ થઈ પરંતુ જેવા મુખ્યમંત્રી જવા રવાના થયા કે તરત તેમના કાફલા આગળ કેટલાક યુવાનો ધસી આવ્યા હતા અને જય ભવાનીનાં નારા સાથે વિરોધ કર્યો હતો. પોલીસ અને જાસૂસી તંત્ર અહી ઊંઘતા ઝડપાયા હતા.

Most Popular

To Top