*શેમ્પુ, સાબુ, મચ્છર અગરબત્તિ પણ વેલ્ફેર કિટમાં રખાશે, ૧૨૭૬૦ મતદાનકર્મીઓ માટે તંત્રનો સંવેદનાસભર નિર્ણય*
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રએ એક સંવેદનાસભર નિર્ણય લઇ મતદાન કર્મીઓને ખાસ વેલ્ફેર કિટ આપવાનો નિર્ણય કર્યો છે. આ કિટમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ સાથે સૂકા નાસ્તાના પેકેટ પણ આપવામાં આવશે. આવી ૨૫૫૨ કિટ તૈયાર કરી ડિસ્પેચિંગ સમયે મતદાનકર્મીઓને આપવામાં આવશે.
નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, મતદાનકર્મીઓને જે તે ગામમાં રાતવાસો કરવો પડતો હોય છે. ઘણી વખત અંતરિયાળ ગામ કે વિસ્તારમાં દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મળતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બિજલ શાહે વેલ્ફેર કિટ તૈયાર કરવા માટે સૂચના આપી હતી. વડોદરા જિલ્લામાં આવેલી વિધાનસભા બેઠક પ્રમાણે આ વેલ્ફેર કિટ તૈયાર કરવામાં આવી છે.
આ વેલ્ફેર કિટમાં શેમ્પુ, ટૂથ પેસ્ટ, સાબૂ, મચ્છર માટેની અગરબત્તિ રાખવામાં આવશે. આ ઉપરાંત બિસ્કિટ, સિંગ, ચણા, કેળા વેફર્સ, પાપડી ચવાણુ, ઓરેન્જ કેંડી, સેવ મમરા, ટમટમ જેવો નાસ્તો રાખવામાં આવશે. વિધાનસભા મુજબ અલગ અલગ સૂકો નાસ્તો એમાં રાખવામાં આવશે. કુલ પાંચ વ્યક્તિ માટેની વ્યવસ્થા આ કિટમાં હશે. એટલે કે, ૧૨૭૬૦ મતદાનકર્મીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરામાં મતદાનકર્મીઓને સૂકા નાસ્તા સાથે વેલ્ફેર કિટ અપાશે
By
Posted on