Business

વડોદરામાં ભયાનક પુરમાં નર્સિંગ એસોસિયેશનના સભ્યોએ અવિરત સેવા કરી



વડોદરા શહેર છેલ્લા જન્માષ્ટમી પર્વના દિવસથી અતિ ભારે વરસાદ અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીના આવેલા ભયાનક પુરથી ભયંકર રીતે પ્રભાવિત થયુ છે. જાહેર જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે ત્યારે આવા વિકટ સંજોગોમા સ્વના રહેઠાણ અને પરિવારજનોની ચિંતા કર્યા વગર સયાજી હોસ્પિટલ, વડોદરાની નર્સિંગ એસોસિયેશનની ટીમ નીલકંઠ આર પટેલના સફળ નેતૃત્ત્વ હેઠળ અસરકારક કામગીરી કરી રહી છે.

પ્રથમ દિવસે જ ગાયનેક વિભાગના દર્દીઓને અન્ય સલામત વોર્ડમાં ખસેડવા, પૂરના પાણી પ્રથમ જ્યાં પણ અસરકર્તા હોય તે વિભાગોના સ્થળાંતર કરવા, પુરની પરિસ્થિતિને લઇને શહેરભરના વિવિદ્ય વિસ્તારોમાં રહેતા નર્સિંગ સ્ટાફ ફરજો પર ન આવી શકવાને લીધે વૈકલ્પિક વ્યવસ્થાન ભાગરૂપે કીર્તિમંદિર સ્ટાફ કવાર્ટર ખાતે રહેતા નર્સીસને જાતે નીલકંઠ પટેલ દ્વારા ટ્રેકટર અને એમ્બ્લ્યુલ્સ જાતે ચલાવી ટીમ સાથે ફરજો માટે લઈ આવવા, તેઓને સતત ફરજો બદલ સાત્વિક આહાર અને નાસ્તાની વ્યવસ્થા કરવી અને દર્દીઓની સારવાર માટે તમામ પ્રકારના સુવ્યવસ્થિત આયોજન અથાગ પરિશ્રમ કર્યો છે. ખાસ કરીને હેડ નર્સના હોદ્દા પર ફરજો બજાવી રહેલ એસ્ટર માર્ગે અને સલમા મુલતાની પોતે બીમાર હોવા છતાં છેલ્લા ૪૮ કલાકથી સ્ટાફ ડ્યુટી આયીજન અને અન્ય વ્યવસ્થાઓ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. એસોસિયેશનની ટીમ પૈકીના મુજાહિદ કુરેશી, ક્રિના પટેલ, અલ્પેશ શાહ, ભાવિન સંચાનીયા, પીનલ સોલંકી, કમલેશ પંચાલ, કેરોન મેકવાન, જગદીશ રાઠવા, દીપક રાઠવા અને રોનાલ્ડ પરમાર સહિત અન્ય તમામ ટીમ સદસ્યો સ્ટાફને લાવવા , મુકવા જવુ તેમજ દર્દીઓની સારવાર સુવીધા જળવાઈ રહે તે માટેના સમગ્ર સંચાલનમા પોતાનું યોગદાન આપી રહ્યા છે.

*ખાસ કરીને નર્સિંગ સ્ટાફને આવા કપરા સંજોગોમાં ધીરજ ગુમાવ્યા વિના નૈતિકતા અને ગુણવત્તા સભર સારવાર અને આયોજનમા પ્રોત્સાહન પુરું પાડવા સમય સૂચકતા પારખી નીલકંઠ પટેલ, એસ્ટર માર્ગે અને સલમા મુલતાનીએ પોતાની અંગત કોઠાસૂઝ થી અગણિત યોગદાન પ્રદાન કર્યુ છે.*

ઉલ્લેખનીય છે કે ટીમમા મહત્વની જવાબદારી નિભાવતા કમલેશ પરમાર પ્રથમ દિવસે પોતે આ દરેક પરિસ્થતિનુ નિરિક્ષણ અને મોનીટરિંગ સતત કરી રહ્યા હતા અને પોતે પુરથી ભયંકર રીતે પ્રભાવિત વિસ્તારમા રહેતા હોવા છતાં પણ આ ભગીરથ કાર્યમાં જોડાયેલ રહ્યા છે.

નર્સિંગ એસોસિયેશનની ટીમ આ આપત્તિને એક આવી પડેલ સેવાનો અવસર સમજી દરેક ક્ષેત્રે દર્દીની સારવાર ન ખોરવાય અને સ્ટાફ મેનેજમેન્ટ જળવાઈ રહે તેની કાળજી લઈ ફરજો બજાવી રહ્યા છે. નર્સિંસ ફરજોનાં આયોજન માટે કચેરી ખાતેના આસી. નર્સિંગ સુપ્રીન્ટેન્ડન્ટ કલ્પના લખતરીયા પોતે ડાયાબિટીસના દર્દી હોવા છતાં પણ પોતાની સારવારને ધ્યાનમાં ન લઈ આ ટીમ સાથે ફરજો અદા કરી રહ્યા છે.

Most Popular

To Top