Vadodara

વડોદરામાં ફરી માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે મહિલાનો ભોગ લીધો

નીલાંબર સર્કલ પાસે પુત્રી સાથે ઉભેલી માતાને નશામાં ચૂર ડમ્પર ચાલકે અડફેટે લીધી, પુત્રી પણ ઈજાગ્રસ્ત

પ્રતિનિધિ વડોદરા તારીખ 9
ગોત્રી વિસ્તારમાં નિલામબર સર્કલ પાસે દીકરી સાથે માતાને નશામાં ચુર થઈને પૂર ઝડપે ડમ્પર લઈને આવેલા ચાલકે અડફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકીનો ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. ગોત્રી પોલીસે ઘટના સ્થળ પર આવી ડમ્પર ચાલક વિરોધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય એ છે કે વડોદરા શહેરમાં ભારદારી વાહનો માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે તેમ છતાં પોલીસ તેમની સામે કોઈ કાર્યવાહી કરતી નથી જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે.
વડોદરા શહેરમાં માલધારી વાહનો માતેલા સાંઢની જેમ રહ્યા છે. જે વાહનોના ચાલકો અવારનવાર ટુ વ્હીલર સહિતના વાહનોને અડફેટમાં લઈને અકસ્માત કરતા હોય છે. જેમાં ઘણા લોકો તો મોતને પણ ભેટી જતા હોય છે. ત્યારે આવો જ માલધારી વાહન દ્વારા અકસ્માત કર્યો હોવાનો કિસ્સો ગોત્રી વિસ્તારમાં બનવા પામ્યો છે. નીલાંબાર સર્કલ પાસે પ્રિયા શ્રીમાળી ના મની યુવતી પોતાની નાની દીકરીને લઈને ઉભી હતી. તે દરમિયાન એક ડમ્પર ચાલક નશાની હાલતમાં પૂર ઝડપે આવ્યો હતો અને નીલાંબર સર્કલ પાસે ઊભેલી મહિલા અને તેની બાળકીને અરફેટે લીધી હતી. જેમાં ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે નાની બાળકી ફંગોળાઈ જતા ઇજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગોત્રી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top