Vadodara

વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન

21 બસ અને 2 મીની-લોડર ડીટેન, કોર્ટ–RTO નો મેમો ફટકારાયો

પ્રતિનિધિ વડોદરા તા.12

વડોદરા શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન ગેરકાયદેસર રીતે દોડતા ભારદારી વાહનોના કારણે થતા અકસ્માતો અને વધતી જાનહાનિની ગંભીર પરિસ્થિતિને જોતા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં પ્રવેશ કરનાર વાહનો સામે લાલ આખ કરવામાં આવી છે.

દુર્ઘટના વધતા કડક કાર્યવાહીનો નિર્ણય

શહેરમાં બસ, ડમ્પર અને અન્ય હેવી વાહનો “માતેલા સાંઢની જેમ દોડતા” હોવાથી અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તાજેતરમાં વુડા સર્કલ નજીક મિનિબસની ટક્કરે મહિલાનું મોત થયું હતું. આવી ઘટનાઓને પગલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા કડક પગલાં લેવા ટ્રાફિક વિભાગને સૂચના અપાઈ હતી.

ટીમો બનાવાઈ, ઝુંબેશ શરૂ

સૂચના બાદ પૂર્વ ઝોનના ડીસીપી દ્વારા તમામ સેક્ટર PI, રોયલ ઇન્ચાર્જ અને સ્ટાફની અલગ–અલગ ટીમો બનાવી શહેરમાં ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે શહેરમાં પ્રવેશનો પ્રતિબંધિત સમય:

સવારે 7:00 થી 1:00 સુધી

સાંજે 4:00 થી 9:00 સુધી

આ સમય દરમિયાન પરમિશન વગર પ્રવેશ કરનાર વાહનો સામે સીધી કાર્યવાહી કરવાની તજવીજ અમલમાં મૂકવામાં આવી છે.

માત્ર એક દિવસમાં 23 વાહનો પકડાયા

11 ડિસેમ્બર 2025ના રોજ પ્રતિબંધિત સમય દરમિયાન ગેરકાયદે પ્રવેશ કરનારા કુલ 23 વાહનો પર કાર્યવાહી થઈ:

21 બસ

2 મિનિ-લોડર (મિલર)

ટ્રાફિક પોલીસે તમામ વાહનોને ડીટેન કર્યા ઉપરાંત ચાલકો અને માલિકોને કોર્ટ તથા RTOનો મેમો ફટકારી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top