Vadodara

વડોદરામાં પોલીસનો સતત બીજા દિવસે સપાટો : IPLની મેચ પર સટ્ટો રમતો વધુ એક સટોડિયો ઝડપાયો

આઇડી આપનાર બુકીને વોન્ટેડ જાહેર કરાયો

(પ્રતિનિધિ) વડોદરા તા.24

વારસીયા પોલીસે સતત બીજા દિવસે પણ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સો સામે સપાટો બોલાવ્યો હતો. જેમાં વારસીયામાંથી ઓનલાઇન આઇડી દ્વારા ચેન્નઇ સુપરકિંગ તથા લખનૌ સુપર જાયન્ટની મેચ પર સટ્ટો રમતા સટોડિયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આઇડી આપનાર બુકીને વોન્ટેડ જાહેર કર્યો હતો. સટોડિયા પાસેથી રોકડ રકમ અને મોબાઇલ મળી રૂ. 28 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ પર બુકીઓ તથા સટોડિયાઓ કરોડોનો સટ્ટો રમી રહ્યા છે. જેથી પોલીસ આવા બુકીઓ તથા સટોડિયાઓ પર સતત વોચ રાખી છે. તાજેતરમાં સંગમ ચાર રસ્તા પાસેથી એક સટોડિયો ઝડપાયો હતો. વારસીયા પોલીસની ટીમ 23 એપ્રિલના રાતના સમયે પેટ્રોલિંગમાં હતી અને ફરતા ફરતા લીલીશાહ હોલની સામે આવેલી ગ્રાઉન્ડ પાસે આવતા બાતમી મળી હતી કે ન્યુ કલ્યાણી હોલ ધોબીતળાવ પાસે આવેલા બહાર રોડ પર બેસી એક શખ્સ હિતેષ જયરામદાસ બીખાની (રહે.દેવીનારાયણ ટાવર, વારસિયા) આઇડી દ્વારા ઓનલાઇન ચાલતી ચેન્નઇ સુપરકિંગ તથા લખનૌ સુપર જાઇન્ટની મેચ પર સટ્ટો રમ છે. જેના આધારે વારસીયા પોલીસે બાતમી મુજબના સ્થળ પર પહોંચી સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડ્યો હતો. કોની પાસેથી સટ્ટો રમવા માટે આઇડી લાવ્યો હતો તેની પૂછપરછ કરતા 10 હજાર રૂપિયામાં ભરત પ્રકાશ ચેલાની પાસેથી આઇડી ખરીદ કર્યું હતું. જેથી પોલીસે આઇડી ચેક કરતા બેલેન્સ, એક્સપ્રોઝ, એવેલેબલ બેલેન્સ, એક્સ પોઝર લિમિટ, મેકિસમમ લિમિટ તથા મિનિમમ લિમિટનું લિસ્ટ લખેલું હતું. જેથી હિતેશ બીખાનીની ઝડતી કરતા રોકડા 11 હજાર અને મોબાઇલ મળી 28 હજારનો મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે આઇડી આપનાર બુકીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Most Popular

To Top