Vadodara

વડોદરામાં પાણી નહિ તો વોટ નહિ ના નારા લાગ્યા

શ્રીજી વંદન ફ્લેટના રહીશોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

પ્રતિ વર્ષે ઉનાળામાં પાણીની પળોજણ છતાં સ્માર્ટ શાસકો પાસે કોઈ યોગ્ય નિકાલ નથી

વડોદરા શહેરમાં પાણીનો કાળો કકળાટ યથાવત જોવા મળ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પ્રશ્ને લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે વાઘોડિયા રોડ પર આવેલ શ્રીજી વંદન ફ્લેટના રહીશોએ માટલાં ફોડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેરમાં દર વર્ષે ઉનાળાની શરૂઆતે પાણીનો કાળો કકળાટ સર્જાતો હોય છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પાલિકાના શાસકો પાસે કોઈ યોગ્ય નિરાકરણ નથી. હાલ લોકસભાની ચૂંટણી ટાણે પાલિકાના શાસકો કાર્યક્રમોમાં વ્યસ્ત છે, ત્યારે લોકોની રજૂઆત માત્ર કાને અથડાય છે, પરંતુ નિરાકરણ આવતું નથી. વાઘોડિયા રોડ પર આવેલ શ્રીજી વંદન ફ્લેટમાં છેલ્લા 2 માસથી પાણીના પ્રેશરની સમસ્યા સર્જાય છે. સ્થાનિક કોર્પોરેટર તેમજ વોર્ડ ઓફિસમાં પણ રજૂઆત કરી હતી. ગતરોજ પાલિકાની વડી કચરી ખાતે પણ શ્રીજી વંદન ફ્લેટના રહીશોએ મોરચો માંડી રજૂઆત કરી હતી. જ્યાંથી આજે ચેક કરવા આવશે તેમ જણાવાયું હતું. જોકે બપોર સુધી પાલિકામાંથી કોઈ અધિકારી કે કર્મચારી નહિ ફરકતા આજે રાહીશોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. શ્રીજી વંદન ફ્લેટના રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્લે કાર્ડ સાથે પાણી નહીં તો વોટ નહીં તેમજ કોર્પોરેશન હાય હાય ના સૂત્રોચાર કર્યા હતા તેમજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top