પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીના કર્મીઓ હરણી ગોલ્ડન પાસે ઢોર પકડવા માટેે ગયા હતા.દિન પ્રતિ દિન પશુપાલકોની દાદાગીરી વધતી જાય છે અને પાલિકાએ પકડેલા ઢોર ગુંડાગીરી કરી છોડાવી જતા હોય છે. ત્યારે હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકે ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો. જેમાં કેટલાક કર્મીઓને ગંભીર ઇજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હરણી પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરમાં ઢોર પકડવા છતાં રખડતા પશુઓના ત્રાસ યથાવત રહ્યો છે. જેથી વડોદરા મહાનગર પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીની ટીમ વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવા માટે નીકળતી હોય છે. ત્યારે ક્યારે પશુપાલકો પોતાના પશુઓને ના પકડાય માટે ઢોરડબ્બા પાર્ટીની ગાડીના આગળ પોતાના પશુઓ ન પકડાય માટે ભગાવતા હોય છે. ત્યારે બુધવારના રોજ ઢોર ડબ્બા પાર્ટી હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રખડતા ઢોર પકડવા માટે ગઇ હતી. ત્યારે પશુપાલકે ઢોર ડબ્બા પાર્ટીની કર્મચારીઓ સાથે ઝપાઝપી કર્યા બાદ તેમના પર લાકડીથી હુમલો કર્યો હતો. જેમાં કેટલાક કર્મચારીઓના ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ઢોર ડબ્બા પાર્ટી પર વારંવાર પશુપાલકો દ્વારા થતા હોય છે. ત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી હુમલો કરનાર પશુપાલકને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.