પત્નીએ હાથ પકડી રાખ્યા અને નાનાભાઇ ગળે ટૂપો આપ્યા બાદ ગુપ્તાંગમાં લાતો મારી
છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ રાખનાર દિયર અને ભાભીની ધરપકડ
સમા વિસ્તારની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મૂળ યુપીના દિયર અને ભાભીએ પ્રેમ પ્રકરણમાં મોટાભાઈને હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બંને વચ્ચેના સંબંધમાં મોટાભાઇ કાંટાનું માફક ખુચતો હતો. વળી તેમના સંબંધ અંગે શંકા જતા પત્ની સાથે અવારનવાર પતિ ઝઘડા કરી માર મારતો હતો. જેથી બંને ભેગા મળી તેનો કાંટો કાઢવાનો પ્લાન ઘડ્યો હતો. દરમિયાન શુક્રવારે રાતે પતિ ઉંઘી ગયા ત્યારે ભાભીએ તેના દિયરને બોલાવ્યો હતો બાદમાં તેણે હાથ પકડ્યા હતા અને નાનાભાઇએ મોટાભાઇના ગળે ટુપો આપી તથા ગુપ્તાંગમાં લાતો મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે જાણ થતા હત્યાર દિયર અને ભાભીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ન્યુ સમા રોડ પર ચાણક્યુપુરી અંબે માતાના મંદિર પાસે ડિફેન્સ કોલોનીમાં ભાડાના મકાનમાં મૂળ ઉત્તર પ્રદેશના હરગોવિંદહુબ્બલાલા યાદવ પોતાની પત્ની સાધના અને તેમના નાના ધર્મેન્દ્ર યાદવ સાથે છેલ્લા ત્રણ વર્ષથી રહેતા હતા. બંને ભાઇઓ છુટક કલર કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હતા. એક જ ઘરમાં દિયર અને ભાભી રહેતા હોવાના કારણે બંનેની આંખો મળી ગઇ હતી અને બંને વચ્ચે પ્રેમનો ફણગો ફુટ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલ્યો આવતો હતો. જેનો અણસાર સાધનાના પતિને હરગોવિંદને આવી ગયો હતો જેના કારણે પતિ દ્વારા અવાર નવાર પત્ની સાથે ઝઘડા કરીને માર પણ મારવામાં આવતો હતો. જ્યારે પત ઘરમાં હોય ત્યારે પ્રેમી દિયર અને ભાભી એકબીજાને મળી શકતા ન હતા. જેથી બંને પ્રેમી પંખીડાને હરગોવિંદ યાદવ કાટાની માફક ખુચી રહ્યો હતો. જ્યારે પતિ ઘરે ન હોય ત્યારે સાધના ફોન કરી બોલાવી લેતી હતી અને બંને મોટાભાઇની રસ્તા વચ્ચેની હટાવી દેવાનો પ્લાન ઘડતા હતા. દરમિયાન શુક્રવારે મોડી રાતના 11.30 વાગ્યા બાદ પતિ હરગોવિંદ ઉઘી ગયા હતા. ત્યારે તેની પત્ની સાધનાએ દિયરને બોલાવ્યો હતો. ત્યારબાદ પત્નીએ પતિના હાથ પકડી લીધા હતા અને ભાઇએ જ પોતાના મોટાભાઇનું ગળુ દબાવી દીધુ અને ગુપ્તાંગમાં લાતો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેની જાણ સમા પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને હત્યારા દિયર અને ભાભીને ઝડપી પાડ્યા હતા.
હત્યારી પત્નીએ પતિને છોડી હરગોવિંદ સાથે લવમેરેજ કર્યાં, ત્યારબાદ તેના દિયર સાથે પણ પ્રેમ સંબંધ બાંધ્યો
સમામાં ભાડાના મકાનમાં રહેતા હરગોવિંદની પત્ની સાધનાના પહેલા લગ્ન થયા હતા. પરંતુ ત્યાં પતિ સાથે મનમેળ નહી બેસતા તેને છોડી દીધો હતો. ત્યારબાદ હરગોવિંદ સાથે આંખો મળી જતા તેમની સાથે પણ લવ મેરેજ કરીને છેલ્લા ત્રણ વર્ષથી રહેતી હતી. દરમિયાન તેનો દિયર પણ સાથે રહેતો હોય તેની સાથે પણ સાધનાએ પ્રેમ સંબંધ બાંધ્યા હતા. આ પ્રેમ સંબંધનો કરૂણ અંજામ મોટાભાઇ ભોગવવાનો વારો આવ્યો હતો.
પોલીસે ખખડાવીને દરવાજો ખોલાવ્યો ત્યારે હત્યારા દિયર ભાભી લાશ પાસે હતા
સમાની ડિફેન્સ કોલોનીના વિભાગ-2 મકાન નંબર 143માં કેટલાક લોકો ઝઘડો કરી રહ્યા છે. તેવી માહિતી સમા પોલીસની ટીમે સ્થળ પર પહોંચતા દરવાજો બંધ હતો. જેથી પોલીસ ખખડાવીને દરવાજો ખોલાવ્યો હતો. ત્યારે હરગોવિંદ મૃત હાલતમાં પડેલો અને નાનોભાઇ ધર્મેન્દ્ર તથા તેમની પત્ની સાધના પણ સ્થળ પર હાજર હતા. જેથી તેમની પૂછપરછ કરતા બંને હત્યા કરી હોવાની કબૂલાત કરતા તેમની ધરપકડ કરાઇ હતી.
મોટાભાઇને બંને વચ્ચે કાઇ રંધાઇ રહ્યું હોવાની શંકા જતા નાનાભાઇને અલગ રહેવા મોકલ્યો
મૃતક હરગોવિંદ સાથે તેની પત્ની સાધના અને નાનો ભાઇ ધર્મેન્દ્ર યાદવ રહેતા હતા. છેલ્લા બે ત્રણ વર્ષથી સાથે રહેતા હોવાના કારણે ભાભી અને દિયર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. એકબીજા સાથે વાત તથા મજાક મસ્તી કરવાના કારણે મૃતકને બંને વચ્ચે કાઇ રંધાઇ રહ્યું હોવાની શંકા ગઇ હતી. જેથી. તેણે તેના નાના ભાઇને તેની પત્ની દુર રહેવા કહ્યું હતું. તેમ છતા તે વાજ આવતો ન હતો. જેથી કંટાળી મોટાભાઇએ તેને અલગ રહેવાનું કહ્યું હતું. જેથી છેલ્લા એક મહિનાથી અલગ તેના મિત્ર સાથે રહેતો હતો. પરંતુ મળવા માટે ભાભી તેને બોલાવતી રહેતી હતી.
વડોદરામાં દિયર અને ભાભીના પ્રેમ પ્રકરણમાં મોટાભાઈની હત્યા
By
Posted on