Vadodara

વડોદરામાં ઠગ બિલ્ડરોનો રાફડો ફાટ્યો, કીર્તન ડેવલપર્સના બિલ્ડર ત્રિપૂટી દ્વારા 34 લોકો સાથે 3.87 કરોડની ઠગાઇ

લોકોએ દુકાન અને ફ્લેટની પુરેપુરી રકમ ચૂકવી દીધી હોવા છતાં પજેશન આપતા નથી

જયેશ પટેલ, અપૂર્વ પટેલ અને મનિષ પટેલ બાદ હવે ગોવાલીયા દંપતી સહિત ત્રણ બિલ્ડરે લોકોને કરોડોમાં નવડાવ્યાં

નવી બાંધકામ સાઇટો લોન્ચ કર્યા બાદ મકાન તથા દુકાન વેચાણ આપવાનું કહી ઠગાઇ કરનારા બિલ્ડરોનો વડોદરા શહેરમાં રાફડો ફાટ્યો છે. અગાઉ મહાઠગ જયેશ પટેલ, અપૂર્વ પટેલ અને મનિષ પટેલ બાદ હવે કીર્તિન ડેવલોપર્સના બિલ્ડર ગોવાલીયા દંપતી સહિત ત્રણ ભાગીદારો દ્વારા દુકાન અને મકાન વેચાણ આપવાના બહાને રૂ.3.87 કરોડનો 34 લોકોને ચુનો ચોપડ્યો છે. બે વર્ષમાં કબજો આપવાનું કહ્યું હોવા છતાં કોઇ પ્રકારની કામગીરીના ઠેકાણા નથી. વારંવાર કહેવા છતાં બિલ્ડરો યોગ્ય જવાબ આપતા નથી અને ફોન પણ રિસીવ કરતા નથી. જેથી વેપારીએ બિલ્ડરો વિરુદ્ધ છેતરપિંડીની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ઇન્દ્રાનગર સોસાયટીમાં રહેતા હીરારામ ભુતાજી ઘાંચી (ઉવ. 58) વર્ષ 2018માં કિર્તન ડેવલોપર્સ દ્વારા મકરપુરા ડેપોની પાછળ નવી બંધાતી મહિમા રેસીકોમ નામની સાઇટમાં ગયા હતા ત્યાં. બિલ્ડર રાજેશ મગન ગોલવિયા, અલ્કાબેન રાજેશ ગોલવિયા (બંને રહે, અજીતનાથ કો.ઓ. હાઉસીંગ સોસાયટી, કારેલીબાગ) તથા ભુપેન્દ્ર નાથા નસીત (રહે.સુરત તથા હાલ સ્કાય હાર્મોની, કારેલીબાગ)ને મળ્યા હતા. ત્યારે તેમને ફલેટ અને દુકાન બતાવી હતી. જેથી તમને ટાવર-એચમાં 22 નંબરની દુકાન પસંદ પડી જતા 15 લાખમાં બુક કરાવી હતી અને બુકિંગ પેટે સહિત પુરેપુરી રકમ રોકડા અને ચેકથી રૂ. 15 લાખ બિલ્ડરોને પણ ચૂકવી દીધા હતા. જેથી તેમને દુકાન તૈયાર કરીને બે વર્ષમાં કબજો આપવાનું બિલ્ડર્સે કહ્યું હતું. પરંતુ સાઇટ પર કોઇ પ્રકારની કામગીરી કરાઇ ન હત. જેથી તેઓએ રાજેશ ગોલવિયાને વારંવાર કહેતા તેઓએ વર્ષ 2019માં બાનાખત તથા બાંધકામનો કરાર કરી આપી મિલ્કતનો કબજો તેમને ડિસેમ્બર-2019 સુધીમાં આપવા કહ્યું હતું. પરંતુ તેઓએ અત્યાર સુધી નવું બિલ્ડીંગ કામગીરી બાબતે પુછતાં બિલ્ડરો યોગ્ય જવાબ આપતા ન હતા.. જેથી તપાસ કરતા કિર્તન ડેવલોપર્સના ભાગીદારોને વેપારી સહિત અન્ય 34 લોકોને ફ્લેટ અને દુકાન બુક વેચાણ આપવાનુ કહીને તેમની પાસેથી 3.87 કરોડ પડાવી લીધી હતા પરંતુ કોઇ દુકાન કે ફલેટનો કબજો નહી કે આપી તેમની સાથે છેતરપિંડી આચરી હતી. જેથી કોસ્મેટિકનો ધંધો કરતા વેપારી કીર્તન ડેવલોપર્સના ગોવાલીયા દંપતી તથા ભપેન્દ્ર નસીત સામે ઠગાઇની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, અત્રે  ઉલ્લેખનીય છે કે તેઓ એસોસિશન દ્વારા રેરામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરાવવામાં આવી છે.

Most Popular

To Top