Vadodara

વડોદરામાં જાહેર માર્ગ પર યુવકે તમાશો કર્યો, રોડ વચ્ચે બાઇક મુકી વાહનચાલકોને હેરાન કર્યા

ધવલ નર્સિંગ ચાર રસ્તા પાસેનો વિડીયો વાયરલ,બાઇકને રોડ વચ્ચે પાર્ક કરી લોકોનો રસ્તો રોક્યો

યુવકે નશો કરી તમાશો કર્યો હોવાની આશંકા, યુવકના તમાશાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેરના ધવલ નર્સિંગ હોમ પાસેના જાહેર માર્ગ પર એક યુવકે પોતાની બાઈકને રસ્તા પર આડી મૂકી દીધી હતી. જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા. આ ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોએ તેમના મોબાઈલમાં કેદ કરી વાયરલ કર્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા પીસીઆરના પોલીસ કર્મચારીઓએ યુવકને રસ્તા પરથી સાઈડ પર હટાવી પરત ફર્યા હતા. જોકે, ત્યાર બાદ ફરી યુવકે પોતાની બાઈક રસ્તા પર આડી મૂકી દેતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વડોદરામાં જાહેર માર્ગ ઉપર એક યુવકે તમાશો કર્યો હતો. રોડ વચ્ચે બાઈક મૂકીને વાહન ચાલકોને હેરાન પરેશાન કર્યા હતા. ધવલ નર્સિંગ ચાર રસ્તા પાસેનો આ વિડીયો વાયરલ થયો હતો. બાઈકને રોડ વચ્ચે પાર્ક કરી રસ્તો રોક્યો હતો. ત્યારે યુવકના આ તમાશાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે યુવક રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરતો હતો. ટ્રાફિક વધુ હોવાના કારણે યુવક રસ્તો ક્રોસ કરી શક્યો ન હતો. જેથી અચાનક જ તેણે પોતાની બાઈકને રોડની વચોવચ પાર્ક કરી દીધી અને ત્યાં ઊભો રહીને તમાશો કરવા લાગ્યો હતો.

તેના આ કૃત્યથી પસાર થતા વાહનો અટકી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે, નજીકમાંથી પસાર થતા લોકો અને ડ્રાઈવરોની ફરિયાદો પરંતુ, યુવકને કોઈ ફેર પડ્યો નહીં. આ દ્રશ્ય જોતાં જ ત્યાંથી પસાર થતી પીસીઆરની ટીમ તરત જ એક્શનમાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ યુવકને ઝડપી લીધો અને તેની બાઈકને રસ્તા વચ્ચેથી હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો અને યુવકને ચેતવણી આપીને છોડી દીધો હતો. પરંતુ પોલીસ કર્મચારીઓ સ્થળ પરથી દૂર જતાં જ તેણે ફરીથી પોતાની બાઈકને રસ્તા પર આડી મૂકી દીધી હતી. આથી વાહનચાલકો ફરીથી પરેશાન થયા અને ટ્રાફિક જામ થયો હતો. હાલ આ યુવકે નશો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Most Popular

To Top