Vadodara

વડોદરામાં ચોરી કરી ભાગતા તસ્કરને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી સાંકરદા પાસેથી દબોચ્યો  

કારેલીબાગની સોસાયટીમાં રહેતો પરિવાર ફાર્મહાઉસ પર ધૂળેટી મનાવવા ગયોને ઘરમાં ચોરી થઇ

એક્ટિવા મુકી ભાગવા માટે દિવાલ કૂદવા જતા પટકાયો, ઘવાતા સારવાર માટે ખસેડાયો

પ્રતિનિધિ દ્વારા વડોદરા તા.27

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અંબા વ્હાઇટ હાઉસ સોસાયટીના બંધ સોનાના દાગીના અને રોકડ મળી રૂ 9.55 લાખની મત્તા ચોરીને તસ્કર નીકળ્યો હતો. ત્યારે પેટ્રોલિંગમાં ફરતી કારેલાબાગ પોલીસને તેના પર શંકા જતા તેની એક્ટિવાનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને સાંકરદા પાસે દિવાલ કૂદીને ભાગવા જતા નીચે પટકાતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. દાહોદના ચોરને ઇજા થઇ સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારની અંબા વ્હાઇટ હાઉસ સોસાયટીના મકાનમાં રહેતા ધર્મિનભાઇ પટેલ ધૂળેટીના તહેવારને લઇને 25 માર્ચના રોજ તેમના પરિવાર સાથે તેમના ફાર્મહાઉસમાં ગયા હતા. મોડી રાત્રીના સમયે દરમિયાન તસ્કર તેના બંધ ઘરમાં ઘુસ્યો હતો અને તિજોરીનું તાળુ તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડ મળી 9.55 લાખના મતા થેલામાં ભરીને એક્ટિવા પર જઇ રહ્યો હતો. જેથી મોડી રાતીના સમયે પેટ્રોલિંગમાં ફરી રહેલી કારેલાબીગ પોલીસને તેના પર શંકા ગઇ હતી. જેથી તેનો પીછો કરતા એક્ટિવા દોડાવી હતી. સાંકરદા પાસે એક્ટિવા મૂકીને દિવાલ કૂદીને ભાગવા જતો હતો. ત્યારે નીચે પટકાતા તેને ઇજાગ્રસ્ત પહોંચી હતી. જેથી કારેલીબાગ પોલીસે હસમુખ વિરમ મકવાણા (રહે. ડુગરા ગામ, દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. તેને ઈજા પહોંચી હોય સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

ગોરવા વિસ્તારમાં એક્ટિવાની ચોરી કરીને કારેલીબાગના ઘરમાં હાથ અજમાવ્યો

કારેલીબાગમાં ચોરી કરનાસ આરોપી ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ ભરૂચમાં ઘરફોડ ચોરીના ગુના પણ નોંધાયેલા હોય રીઢો આરોપી છે. પરિવાર ઘરમાં ન હોવાથી તે 4.75 લાખ રોકડા અને સોનાના દાગીના મળીને 9.55 લાખની મત્તા ચોરીને ભાગતો હતો. ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. એક્ટિવા પણ તેને ગોરવા વિસ્તારમાં ચોરી કરી તેના માલિકને બોલાવાની તજવીજ શરૂ કરાઇ છે. ડી વી બલદાણીયા, પીઆઇ, કારેલીબાગ પોલીસ સ્ટેશન

Most Popular

To Top