Vadodara

વડોદરામાં ચાલતા શ્રાવણિયા જુગાર પર પોલીસના દરોડા : 72 ખેલી ઝડપાયાં

અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જુગારધારા હેઠળ 17 જેટલી એફઆઇઆર દાખલ

જન્માષ્ટમીના તહેવાર લઇને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું

પ્રતિનિધિ વડોદરા તા.17
શ્રાવણ મહિના અને ગોકળુ આઠમને લઇને જુગારીઓ જુગાર રમવા માટે ગેલમાં આવી ગયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોકો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા પણ ગેરકાયદે ચાલતા જુગારને લઇ સતત એક્ટિવ મોડમાં રહ્યું હતું અને અલગ અલગ જગ્યા પર દરોડો પાડીને 17 જેટલા જુગારીના કેસ કર્યાં હતા અને તેમાં 72 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. જુગારીઓની અંગજડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ સહિત રુ. 9થી 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ગોકુળ આઠમ પણ હતી ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં જુગાર રમવાના શોખીનો જુગાર રમવા માટે એકઠા થવાના હોવાને લઇને પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગય્ હતું અને જુગારની પ્રવૃતિ પર વોચ રાખી રહ્યું હતું. દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગમાં કરવા માટે વિસ્તારમાં ફરી રહી હતી. ત્યારે પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારમાં 17 જેટલી જગ્યા પર ચાલી રહેલા જુગાર પર દરોડો પાડવામાં આવ્યાં હતા. જેમાં કેટલીક જગ્યા પર ખુલ્લા ગ્રાઉન્ટ તથા જગ્યા પર જુગાર ચાલતો હોય પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં પોલીસે પણ 17 જેટલી એફઆઇઆર દાખલ કરી હતી અને 72 જેટલા ખેલીઓને સ્થળ પરથી ઝડપી પણ પાડ્યાં હતા. જ્યારે એક ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા જુગારીઓમાં અંગજડતી કરવામાં આવી હતી ત્યારે તેમની પાસેથી મળી આવેલી રોકડ રકમ અને દાવ પર લાગેલા રોકડા રૂપિયા સહિતના રૂ. 9થી 10 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

જુગારીઓ દ્વારા રહેણાક મકાન તથા હોટલના રૂમ જુગાર રમવા ભાડે રાખ્યાં

જુગાર રમવાના શોખિન લોકો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રહેણાક મકાન તથા હોટલના રૂમો પણ જુગાર રમવા માટે બુક કરાવ્યાં હતા. જેમાં એક દિવસના 10 હજાર રૂપિયા ભાડુ પણ ખેલીઓ દ્વારા ચુકાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા હજુ પણ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. સતત હોટલો તથા રહેણાક મકાનોમાં ચાલી રહેલા જુગાર પર વોચ રાખાઇ રહી છે.

Most Popular

To Top