Vadodara

વડોદરામાં કારમાંથી 200 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો ઝડપાયો….


દુમાડથી ગોલ્ડન ચોકડી તરફ જતા વિશ્વામિત્રી બ્રિજ પર કારમાંથી 200 કિલોથી વધુ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જોકે કારમાં કોઇ હાજર મળી આવ્યું ન હતું. જેથી પોલીસે કાર અને પોશડોડાનો જથ્થો કબજે કરીને ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરાઇ છે.


વડોદરા શહેરમાં તાજેતરમાં એસઓજી પોલીસની ટીમે ફતેગંજ બ્રિજ નીચેથી કારમાંથી એમી ડ્રગ્સનો જથ્થો વેચતા બે પેડલરને ઝડપી પાડ્યા હતા. ત્યારે ફરીવાર સમા પોલીસને બાતમી મળી હતી કે એક કારમાં નશાયુક્ત પદાર્થ ભરીને દુમાડથી ગોલ્ડન તરફ જવાનો વિશ્વામિત્ર બ્રિજ પર ઉભી છે. જેથી પીઆઇ એમ બી રાઠોડ સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. કાર ખોલીને તેમાં તપાસ કરી હતી ત્યારે તેમાંથી પોશડોડા મળી આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા 200 કિલો ઉપરાંતના પોશડોડા અને કાર સહિતના મુદ્દામાલ કબજે કર્યૌ હતો. જ્યારે ચાલક સહિતના ફરાર થઇ ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top