Vadodara

વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણી કાપ, 27મી એ અડધા શહેરમાં પાણી નહિ મળે


રાયકા દોડકા ફ્રેચવેલનું સમારકામ કરવાનું હોવાથી પાણી નહિ મળી શકે
28 માર્ચે સવારે ઓછા દબાણથી પાણી આપવામાં આવશે


ઉનાળાની શરૂઆત સાથે જ શહેરમાં પાણીનો કાપ શરુ થઇ ગયો છે. મહાનગરપાલિકા દ્વારા રાયકા દોડકા તથા પોઇચા ફ્રેન્ચવેલનું સમારકામ કરવાનું હોવાથી શાહહેરમાં 27 માર્ચના રોજ પાણી પુરવઠો મળી શકશે નહિ ઉપરાંત 28 માર્ચના રોજ સવારે ઓછા દબાણ સાથે પાણી આપવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાણી પુરવઠા શાખા દ્વારા રાયકા ગામ તથા નંદેસરી ચોકડી પાસે ફ્રેંચવેલોની ફિડર નળીકાનાં Source Interlinking તથા દોડકા ગામ ખાતેની ફિડર નળીકાનાં લિકેજ દુરસ્તીની કામગીરી તા.27 માર્ચના રોજ કરવામાં આવશે. આ કામગીરી સવારનાં પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. . જેથી ઉતર, પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં તા.27.3.24નાં રોજ રાયકા-દોડકા તથા પોઇચા ફ્રેન્ચવેલ થી પાણી મેળવતી ટાંકીઓ જેવી કે `કારેલીબાગ, નોર્થ હરણી, પુનમનગર, સમા(જુની), ખોડીયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામા બુસ્ટર અને કલાલી પાણીની ટાંકી` ખાતેથી સાંજનાં સમયનું પાણી મેળવતા વિસ્તારમાં પાણી બંધ રહેશે તેમજ આ ટાંકીઓ ખાતેથી બીજા દિવસે સવારનાં સમયમાં પાણી મેળવતા વિસ્તારમાં પાણી ઓછા સમય તેમજ હળવા દબાણથી વિતરણ કરવામાં આવશે. જેથી જનતાએ પાણીનો સંગ્રહ કરી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top