ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ-પાલિકાનો મહત્વનો નિર્ણય
બપોરે સિગ્નલ પર ઉભા નહી રહેવાના પગલે વાહનચાલકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.
વાહનચાલકોને બપોરના સમયે ગરમીમાં સેકાવુ ના પડે માટે 1 એપ્રિલથી ટ્રાફિક સિગ્નલ બપોરના 1થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને મહાનગર પાલિકા દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી વાહનચાલકોને ગરમીમાં આંશિક રાહત મળશે.
વડોદરા શહેરમાં વિવિધ ત્રણ અને ચાર રસ્તા સહિતના સર્કલો પર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ મુકવામાં આવ્યા છે. સિગ્નલ દ્વારા દર્શાવાતા નિયમોનું નાગરિકોએ ચુસ્ત પાલન પણ કરવાની તથા તેનો ભંગ નહી કરવાની ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે. હાલમાં ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને પ્રારંભ સાથે કાળઝાળ ગરમી પણ પડવાના કારણે લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બપોરના સમયે પડતી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને માટે ટ્રાફિક પોલીસ તથા વડોદરા મહાનગર પાલિકા દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અંગદઝાડતી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોએ ઉભા રહેવું ના પડે માટે 1 એપ્રિલથી બપોરના 1થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને પાલિકાના આ મહત્વના નિર્ણયથી હવે લોકોએ બપોરે ગરમીમાં સેકાવામાંથી આશિંક રાહત થશે.
વડોદરામાં આવતી કાલથી ટ્રાફિક સિગ્નલો બપોરે ૧ થી ૪ બંધ રહેશે
By
Posted on