Vadodara

વડોદરામાં આંખમાં કચરુ પડતા કલેક્શન બોય મોઢુ ધોવા ગયો અને બેગમાંથી રૂ.1.45 લાખની ચોરી

હાથીખાન વિસ્તારમાંથી રૂપિયા લઇને બાઇક પર ઓફિસ આવી રહ્યો હતો.

વડોદરાના કુંભારવાડા નાકા પાસે કલેક્શન બોયની આંખમાં કચરુ પડતા બાઇક ઉભી રાખી ચાની લારી પર મોઢુ ધોવા માટે ગયો હતો. ત્યારે કોઇ શખ્સે તેના બાઇકના બેગમાં મુકેલા રોકડા રૂ.1.45 લાખ કાઢી લીધા હતા. યુવક પરત આવી બેગમાં તપાસ કરતા રૂપિયા ગાયબ હતા. જેથી યુવકે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે યુવક હાથીખાના વિસ્તારમાં ગ્રાહક પાસેથી રૂપિયા લઇને ઓફિસે આવતો હતો.  

શહેરના વાસણા વિસ્તારમાં મકરંદ દેસાઇ રોડ પર આવેલી ત્રિભોવન સોસાયટીમાં રહેતા પુનમભાઇ લક્ષ્મણભાઇ ભરવાડે આજવા રોડ પર આવેલી મારૂતિ આર.એમ.સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કલેક્શન બોય તરીકે ચર વર્ષથી નોકરી કરે છે. 19 માર્ચે ઓફિસનું કામ પતાવી બપોરે ઓફિસે ગયો હતો. ત્યારે તેમના શેઠ નિષિત મહેશભાઈ પટેલે ફોન કરી તેમની કંપનીને હાથીખાના પટેલ ફળીયામાં રહેતા મુસ્તાકભાઈ ઈસ્માઈલભાઈ શેખને મકાનનું સ્લેબનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેના રૂપિયા લેવાના છે તેવું કહ્યું હતું.  જેથી યુવક બપોરના સમયે કંપનીનું બાઇક લઈને હાથીખાના પટેલ ફળીયામાં મુસ્તાકભાઇપાસેથી રોકડા રૂ.1.45 લાખ આપ્યા હતા. જે રૂપિયા બાઇકની બેગમાં મુકી નીકળ્યો હતો. દરમિયાન તેની આંખમાં કચરૂ પડતા કુંભારવાડા બીલ નાકા પાસે બાઇક સાઈડમાં મુકી ચાની લારી પાસે ઉપર મોઢું ધોવા માટે ગયો હતો. થોડીવાર બાદ મોઢુ ધોઈ પરત આવી રૂપિયા ખિસ્સામાં મુકવા બેગ ખોલીને ચેક કરતા રૂપિયા ગાયબ હતા. જેથી યુવકે આસપાસમા તપાસ કરી હતી. પરંતુ કોઇ પતો લાગ્યો ન હતો  જેખી શેઠને જાણ કર્યા બાદ  કુંભારવાડા પાલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોધાવી હતી.

Most Popular

To Top