Vadodara

વડોદરામાં અવિરત વરસાદ, સવારે દોઢ ઇંચથી વધુ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

એક તરફ યુદ્ધનો માહોલ, બીજી તરફ વરસાદ, ચોમાસુ જાણે વહેલું બેસી ગયું હોય એવુ વાતાવરણ


(પ્રતિનિધિ) વડોદરા તા. 07
શહેરમાં બુધવારે વહેલી પરોઢથી કમોસમી વરસાદ ખાબક્યો હતો સવારે 9 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા શહેરના લહેરીપુરા ચાર દરવાજા, માંડવી, કારેલીબાગ, પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયાં છે.

પાણી ગેટ દરવાજાથી લહેરીપુરા જળબંબાકાર


હાલમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે એક્ટિવ પ્રિમોન્સૂન ને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 12 મે સુધી રાજ્યમાં ગાજવીજ અને પવનો સાથે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સોમવારે સાંજે સાડા છ વાગ્યે શહેરમાં 80 થી 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો,હોર્ડિગ્સ, જર્જરિત ઇમારતોના ભાગ ધરાશાયી થવાના બનાવો સાથે સાથે ત્રણ લોકોના મોત નિપજ્યાં હતાં હજી તો ઠેરઠેર પડેલા વૃક્ષોને, હોર્ડિગ્સને હટાવવાની કામગીરી સાથે જ સફાઇની કામગીરી ચાલી રહી છે.

નવલખી મેદાનમાં પાણી ભરાયા

બુધવારે વહેલી સવારે 4:20 કલાકથી શહેરમાં ફરી એકવાર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને સવારે 9 વાગ્યા સુધીમાં શહેરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી તો કેટલાક કાચા પાકા રહેણાંક વિસ્તારો જે નીચાણવાળા ભાગોમાં હતા ત્યાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. સવારે સવા નવ વાગ્યે વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, દાહોદ અને આણંદ સહિતના 13 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ, કારેલીબાગ જલારામ નગર, માંડવી, લહેરીપુરા દરવાજા, સંગમ રોડ, મહાવીર હોલ ચારરસ્તા માંજલપુર જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

વાઘોડિયા ગામ જય અંબે ચોકડી

માંજલપુર થી જીઆઇડીસી રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ની સામેનો વિસ્તાર, એક વર્ષ પૂર્વે કરોડના ખર્ચે ગટર લાઈનની કામગીરી આ રસ્તા પર કરવામાં આવી હતી

Most Popular

To Top