Vadodara

વડોદરાનું પરિણામ 15 ટકા વધી 77.20 ટકા, વિદ્યાર્થિનીઓએ બાજી મારી

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો 74.97 ટકા સાથે પોરબંદર

23,247 પરિક્ષાર્થીઓની A-1 વન ગ્રેડ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.11

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ 10 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 981 પરીક્ષા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં 17.94 ટકાના વધારા સાથે 82.56 ટકા વર્ષ 2024નું પરિણામ નોંધાયું છે. જ્યારે વડોદરાનું 15 ટકાના વધારા સાથે 77.20 ટકા પરિણામ નોંધાયું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચના રોજ 981 કેન્દ્ર પર લેવાયેલી ધો.10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે વહેલી સવારે શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરી દેવામાં આવ્યો હતું. જેમાં માર્ચ 2023 માં 64.62 ટકા જ્યારે આ વખતે 17.94 ટકાના વધારા સાથે 82.56 ટકા પરિણામ નોંધાયું છે. રાજ્યના કુલ 6,99,598 નિયમિત પરીક્ષાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ વખતે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ (અમદાવાદ ગ્રામ્ય) અને તલગાજરડા (જી. ભાવનગરનું) 100 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગત વર્ષે ઉતાવળી (જિ.નર્મદા) 11.94 ટકા અને ચાલુ વર્ષે તડ ( જિ. ભાવનગર ) 41.13 ટકા સાથે નોંધાયું છે. જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22% અને સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57 ટકા નોંધાયો છે. આ વખતે માધ્યમિક શાળાનંદ પ્રમાણપત્ર અને પાત્ર નિયમિત પરીક્ષાર્થોની સંખ્યા ગત વર્ષની સરખામણીએ આ વખતે 5,77,556 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જ્યારે 78,715 પરીક્ષાર્થીઓએ પુનરાવર્તિત પરીક્ષા આપી હતી. માર્ચ 2023 માં ગેરરીતિ નથી કે છતાં જ્યારે તે વધીને માર્ચ 2024 માં ગેર રેતીના કુલ 138 કેસ નોંધાયા હતા. જ્યારે સીસીટીવી કેમેરાના આધારે 400 ગેરરીતિના કેસ નોંધાયા હતા. ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 79.12% જ્યારે 86.69% સાથે નિયમિત વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.

વડોદરાનું કેન્દ્ર મુજબનું પરિણામ

કેન્દ્ર – વર્ષ 2024 – વર્ષ 2023

ડભોઇ- 67.72 ટકા – 50.4 ટકા

ડેસર- 69.69 ટકા – 41.97 ટકા

મિયાગામ-કરજણ 71.45 – 55.06

પાદરા- 68.57 ટકા – 52.10 ટકા

સાવલી- 64.62 ટકા – 43.68 ટકા

શિનોર- 83.44 ટકા – 67.59 ટકા

વાઘોડિયા- 77.31 ટકા – 59.05 ટકા

અલકાપુરી- 84.60 – 73.77 ટકા

સયાજીગંજ- 78.57 ટકા – 63.89 ટકા

રાવપુરા- 82.19 ટકા- 68.90 ટકા

માંડવી- 72.06 ટકા – 57.71 ટકા

કારેલીબાગ- 87.92 ટકા – 77.03 ટકા

મકરપુરા- 84.48 ટકા- 71.34 ટકા

બાજવા- 69.74 ટકા – 60.58 ટકા

અકોટા- 81.32 ટકા – 68.38 ટકા

વાસણા- 89.36 ટકા – 77.89 ટકા

ગોત્રી- 68.89 ટકા – 55.91 ટકા

સમા- 85.27 ટકા – 75.10 ટકા

ઇન્દ્રપુરી- 80.85 ટકા – 66.51 ટકા

આજવા રોડ- 83.29 ટકા – 70.73 ટકા

વારસિયા- 78.20 ટકા – 45.58 ટકા

કારેલીબાગ-1– 73.84 ટકા – 60.27 ટકા

માંજલપુર-76.81 ટકા – 64.03 ટકા

મકરપુરા-તરસાલી – 86.64 ટકા- 69.1 ટકા

Most Popular

To Top